Charotar Sandesh
ઈન્ડિયા

ખેડૂતોનો હઠાગ્રહ : લડી લેવાના મૂડમાં : સરકારનો લેખિત પ્રસ્તાવ ફગાવ્યો…

બિલ રદ્દ કરવાથી ઓછુ કંઇ જ ન ખપેઃ ખેડૂતોનો હઠાગ્રહ…

૧૨ ડિસેમ્બરે જયપુર-દિલ્હી હાઈવે બ્લોક થશે,અંબાણી-અદાણીની પ્રોડક્ટનો બહિષ્કાર કરીશું, ૧૪ ડિસેમ્બર સુધીમાં આંદોલનને વ્યાપક બનાવાશેઃ ખેડૂતો આક્રમક…

આંદોલનકારી ખેડૂતો કૃષિ કાયદાઓ પરત ખેંચવા પર અડગ, સુધારા મંજૂર નથી…

ન્યુ દિલ્હી : વિવાદાસ્પદ બનેલા નવા કૃષિ કાયદાઓમાં ફેરફારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ સર્વાનુમતે અસ્વીકાર કર્યો છે. તૈયાર થયેલા પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ)ની હાલની પદ્ધતિ ચાલુ રાખવાની સરકારે લેખિતમાં ખાતરી આપી તે છતાં ખેડૂત સંગઠનોના આગેવાનોએ રચેલા સંયુક્ત કિસાન મોરચાએ પ્રસ્તાવને ફગાવી દીધો છે. સરકારે તેમને આ પ્રસ્તાવ આજે સવારે આપ્યો હતો.
તેઓ કૃષિ બિલને રદ કરવાની માંગ પર અડગ છે. તેઓનું કહેવું છે કે હવે સમગ્ર દેશમાં આંદોલનને ઝડપી બનાવાશે. અંબાણી-અદાણીની પ્રોડક્ટ અને ભાજપના નેતાઓનો બોયકોટ કરાશે. ખેડૂતો આગેવાનોનું કહેવુ હતું કે જે સુધારણા પ્રસ્તાવ સરકારે મોકલ્યો હતો તેને નામંજૂર કરી દેવાયો છે. તેમણે ચેતવણી આપી હતી કે નવા કૃષિ કાયદાઓને પાછા ખેંચવામાં નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવીશું.
ખેડૂત સંગઠનોના આગેવાનોએ બાદમાં તેની પર વિગતવાર ચર્ચા કરી હતી અને આખરે નિર્ણય લીધો કે આ પ્રસ્તાવ સ્વીકારવાને લાયક નથી. જ્યાં સુધી સરકાર આ કાયદાઓને રદ ન કરે ત્યાં સુધી દિલ્હીના હદ વિસ્તારમાં શાંત દેખાવો-આંદોલન ચાલુ રાખવાનું પણ તેમણે નક્કી કર્યું છે. ખેડૂતોના ૧૩ સંગઠનો સાથે સંકળાયેલા હજારો છેલ્લા એક પખવાડિયાથી આ આંદોલન પર બેઠાં છે.
ખેડૂતોએ એમ પણ કહ્યું છે કે તેઓ ૧૨ ડિસેમ્બરે દિલ્હી-જયપુર હાઈવે પર વાહનોને અટકાવશે અને ૧૪ ડિસેમ્બર સુધીમાં આંદોલનને વ્યાપક બનાવાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ખેડૂત આગેવાનોની ગઈ કાલ સાંજની બેઠક પણ નિષ્ફળ ગઈ હતી.
સરકાર તરફથી આંદોલન કરી રહેલા ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં મુખ્ય રીતે સ્જીઁનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સરકાર તરફથી પ્રસ્તાવમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, મંડી સિસ્ટમમાં ખેડૂતોને સગવડ આપવા અને પ્રાઈવેટ પ્લેયર્સ પર ટેક્સ લગાવવાની વાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન દિલ્હી બોર્ડર પર થઇ રહ્યા છે અને તેના ૧૪માં દિવસે પણ બંને પક્ષો વચ્ચે થયેલી વાટાઘાટોના કોઇ ચોક્કસ પરિણામ આવ્યા નથી.

Related posts

‘એવેન્જર્સઃ એન્ડગેમ’ ફિલ્મે ભારતમાં કરી રેકોર્ડબ્રેક કમાણી

Charotar Sandesh

યોગગુરૂ બાબા રામદેવે કોરોનાની આયુર્વેદિક દવા લોન્ચ કરી…

Charotar Sandesh

મુંબઈથી ગોવા જતી ક્રૂઝનો સ્ટાફ કોરોના પોઝિટીવ આવતા મુસાફરોને રોકાયા

Charotar Sandesh