મંદિરના ચેરમેન હરીજવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ : સાંખ્યોગી માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ કરાશે…
ગઢડા : ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મંદિરના સંતોએ સાંખ્યોગી મહિલાનો બાથરૂમ કરવા ગયા નો સીસીટીવી ફૂટેજ વાઇરલ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ કરાયો છે. મંદિરના દેવ પક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે મર્યાદા નેવે મુકી અને આ ફૂટેજ વાઇરલ કર્યો છે. ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યાં નો આક્ષેપ છે તે બંને સંતો દેવ પક્ષના છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મોટીબાનું મંદિર આવેલું છે જેમાં સાંખ્યોગી મહિલાઓ રહે છે અને સેવા પૂજા કરે છે. સાંખ્યોગી મહિલાએ આક્ષેપ કર્યો છે કે, ગઢડા મંદિર લાગણી સાથે જોડાયેલું છે. મોટી બાની સેવા કરું છું. ૨૩ ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી અને બીજા દિવસે આ ફૂટેજ હરિભક્તો અને સાધુ સમાજમાં વાઇરલ કરવામાં આવ્યો છે. મોટી બા મંદિર સંકુલની બહાર વાડમાં હું શૌચ કરવા ગઈ ત્યારે સીસીટીવી ફૂટેજમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાઇરલ કરવામાં આવ્યા છે. રાજકારણ અને સત્તાના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં મારો વીડિયો સામે આવ્યો છે, અગાઉના વીડિયો પણ હોઈ શકે છે. સીસીટીવી ફુટેજનું કંટ્રોલ કોઠારી સ્વામી જોડે હોય છે.
ગઢડા પોલીસમાં અરજી કરી હતી પરંતુ હ્લૈંઇ લેવાઈ નથી. અધર્મી લોકો કે જેઓ આ કામ કરે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોઠારી અને અન્ય પાર્ષદ પરેશાન કરી રહ્યા છે. હરિજીવન સ્વામી, વિપુલ ભગત અને લક્ષ્મીનારાયણ સ્વામી પોલીસને બોલાવી અમને પરેશાન કરે છે. સરકારમાં બેઠેલા દેવ પક્ષના લોકો તેમને સાથ આપે છે. માનવ અધિકાર પંચ અને મહિલા આયોગમાં ફરિયાદ કરાશે.