Charotar Sandesh
ઈન્ડિયા

ગયામાં એન્કાઉન્ટરઃ પોલીસે ૧૦ લાખના ઇનામી કમાન્ડર સહિત ત્રણ નક્સલીઓને ઠાર કર્યા…

ગયા : બિહારના ગયામાં પોલીસે એન્કાઉન્ટરમાં ૧૦ લાખના ઈનામી એક કુખ્યાત નક્સલી સહિત ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી મુજબ આ પહેલા નક્સલીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપતા બે લોકોની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ પોલીસે તેમનું એન્કાઉન્ટર કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નક્સલી સંગઠનના ઇન્દલ ગ્રુપે ગત રાત્રે બારાચટ્ટીના મહુઆરીમાં નગરપુરડીહમાં વીરેન્દ્ર યાદવ અને તેના એક સહયોગીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની સૂચના પર સર્ચમાં ઓપરેશન હાથ ધરી રહેલી બારાચટ્ટી પોલીસ અને કોબ્રા ૨૦૫ કંપનીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી નક્સલીઓની ઘેરાબંધી કરી. ત્યારબાદ બંને તરફથી અસંખ્ય રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાં ઝારખંડ સરકારે જાહેર કરેલા ૧૦ લાખના ઈનામી ઝોનલ કમાન્ડર આલોક યાદવને ઘટનાસ્થેળ જ ઠાર મારવામાં આવ્યો છે. આ ઉપરાંત બે અન્ય નક્સલીઓ પણ ઘાયલ થયા બાદ ભાગી ગયા હતા. જોકે બાદમાં પોલીસ તે બંનેની પણ લાશો મળી આવી હતી.
મળતી જાણકારી મુજબ, એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસકર્મી અને બે અન્ય ગ્રામીણ પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એનએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે. મૂળે, એન્કાઉન્ટરની આ ઘટના મહુઆરીના એ સ્થળે થઈ જ્યાં છઠ મહાપર્વના અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે એક નક્સલી આલોકની લાશ જપ્ત કરવામાં આવી છે, જ્યારે બે અન્ય નક્સલી ઘાયલ થયા બાદ ભાગી ગયા હતા. પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ તે બંનેની લાશો પણ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક-૪૭ અને એક ઇન્સાસ રાઇફલની સાથે અનેક કારતૂસ અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. સુરક્ષાદળો તરફથી હજુ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Related posts

કેટલાક પ્રતિબંધો સાથે ૧૭મી પછી લોકડાઉન ખુલવાની શક્યતા સરકારે તૈયારી શરૂ કરી…

Charotar Sandesh

આખરે કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ : CJI નો ભારતની તરફેણમાં ચુકાદો

Charotar Sandesh

હિન્દી ઓછું જાણવાને કારણે ભૂલ થઈ : કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી

Charotar Sandesh