ડાંગ : આ છે વાઈબ્રન્ટ ગુજરાત !! દેશભક્તિ આ કહેવાય કે જયાં ગુજરાતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવનાર એથલિટ સરિતા ગાયકવાડે કિલોમીટર ચાલીને બેડા ઊંચકીને પાણી માટે કતારોમાં રહેવું પડે? ૨૦૧૮માં જ્યારે સરિતા ગાયકવાડના ગોલ્ડ જીતવાના સમાચાર આવ્યા ત્યારે આખા ભારતે ડાંગની આ દિકરીના વખાણ કર્યા હતા, અને આજે જુઓ તેમણે પાણીની સમસ્યા સામે લડવા બેડા લઈ કતારમાં ઉભું રહેવું પડે છે. શરમથી માથું ઝૂકી જાય જ્યારે ગુજરાતના ગૌરવ સમા એથલિટની આવી હાલત જોવી પડે. કોઈ સવાલ પુછે એ ખરેખર ના ગમતું હોય તો કામ એવું કરવું કે જેના પર સવાલ જ ના થાય.