વડાપ્રધાને કહ્યું- ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે ગુજરાત પ્રખ્યાત થઈ રહ્યું છે…
સુરતથી સૌરાષ્ટ્ર માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે, એસએમસી અડાજણથી હજીરા પોર્ટની બીઆરટીએસ બસ શરૂ કરાશે, ૩૦ કરોડના ખર્ચે ૨૦૦ પેસેન્જર બેસી શકે તેવું ટર્મિનલ બનાવાયું,મિનીસ્ટ્રી ઓફ શિપિંગને હવે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝના નામથી ઓળખવામાં આવશે…
સુરત : પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને દિવાળી ભેટ રૂપી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે.
મોદીએ જણાવ્યું હતું કે, એક પ્રોજેક્ટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેમ વધે છે. અને સાથે સાથે ઈઝ ઓફ વિલિંગ પણ વઘે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જે ચાર પાંચ ભાઈ બહેનો સાથે વાત કરી તે જે રીતે અનુભવ શેર કરતા હતા. જે ફાયદાની વાત કરી એ પ્રકારે વેપારમાં જે સુવિધા વધશે, ઝડપ વધશે, ખુશીનો માહોલ છે. આ કનેક્ટિવિટીનો લાભ મળશે. દિવાળીના તહેવારની આ મોટી ભેટ છે.
રો પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર ૩૭૦ કિમી છે જે સમુદ્રમાં ૯૦ કિમી હશે. આ અંતર ૧૦થી ૧૨ કલાક થતી હતી જે હવે માત્ર ૪ કલાક થશે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં ૮૦ હજાર વાહનો, ૩૦ હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ , શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે. સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.
ગુજરાતના સમુદ્ર વેપારને છેલ્લા બે દાયકામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પોર્ટને વિકસિત પણ કરવામાં આવ્યા છે. પોર્ટની આસપાસ રહેતા લોકો માટે પણ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો વિકસી રહ્યા છે. દહેજ-ઘોઘા રો-રો ફેરીને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર ઘોઘા અને સુરતના હજીરા ખાતે જોડાયેલા વિવિધ વેપારીઓ સાથે મોદીએ સંવાદ કર્યો હતો. સંવાદમાં વેપારીઓએ રો-પેક્સ ફેરીથી થતા ફાયદાઓ અંગે જણાવ્યું હતું. જેમાં મોદીનો વેપારીઓએ રો-પેક્સ સેવાને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, સુરતમાં હીરા અને સૌરાષ્ટ્રમાં હળ બંને તરફથી ફાયદો જ ફાયદો. આ સંવાદમાં ખેડૂત, શાકભાજી-ફળના વેપારી, ડાયમંડ વેપારી અને રત્નકલાકારો સાથે વાતચિત કરી હતી.
આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે રસ્તાનું જે અંતર ૩૪૫ કિમી હતી, તે સમુદ્રના રસ્તાથી ૯૦ કિમી થઈ જશે. જે અંતરને કવર કરવા ૧૦ થી ૧૨ કલાલનો સમય લાગતો હતો, હવે તે સફરમાં માત્ર ૩-૪ કલાક લાગશે. સમયની સાથે તે તમારો ખર્ચ પણ બચાવશે. આ ઉપરાંત રસ્તા પરથી જે ટ્રાફિક ઓછું થશે તે પ્રદૂષણ ઘટાડશે. ૮૦ હજાર ગાડી, ૩૦ હજાર ટ્રક આ નવી સર્વિસનો લાભ લઈ શકશે. જેથી પેટ્રોલ-ડીઝલ બચશે. આ કનેક્ટિવિટી આ વિસ્તારના લોકોનું જીવન બદલશે. હવે ખેડૂતોની ફળ-શાકભાજી-દૂધ સુરત પહોંચાડવામાં વધુ સરળતા મળશે. સમુદ્રના રસ્તે પશુપાલકો અને ખેડૂતોના ઉત્પાદન તેજીથી વધુ સુરક્ષિત રીતે માર્કેટ સુધી પહોંચી શકશે. વેપારીઓની સરળતા વધશે.
આ સર્વિસ શરૂ કરવામાં અનેક લોકોનું શ્રમ લાગ્યું છે. અનેક ચેલેન્જિસ આવ્યા છે. આ પ્રોજેક્ટ સાથે હું પહેલેથી જોડાયેલો છું. આ કારણે મને એ તમામ સમસ્યાઓની જાણકારી છે. ક્યારેક લાગતું કે મને થશે કે નહિ. આ તમામ બાબતોનું અવલોકન કરીને મહેનત કરી છે. તમામ એન્જિનિયર, શ્રમિકનો આભાર માનું છું. આજે આ હિંમત લાખો ગુજરાતીઓ માટે નવી તક લઈને આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત પાસે સમુદ્રી વેપારની સમૃદ્ધ વિરાસત રહી છે. જે પણ કુદરતી તકલીફો છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા અને દહેજના લોકો જલ્દી જ તેનો લાભ લઈ શકશે. સમુદ્ર વેપાર માટે એક્સપર્ટસ તૈયાર થાય, ટ્રેઈન્ડ મેનપાવર હોય તે બધુ જ ગુજરાત પાસે છે. સાગરમાલા પ્રોજે્કટ ૫૦૦ થી વધુ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યુ છે. અનેક પૂરા થયા છે. સમુદ્ર જળ માર્ગ હોય કે પછી નદીનો માર્ગ, ભારત પાસે સંશાધન રહ્યા છે અને એક્સપર્ટસની પણ કમી નથી. જળમાર્ગથી થતુ ટ્રાન્સપોર્ટેશન રસ્તા અને રેલ કરતા વધુ સસ્તુ છે. ૨૦૧૪ બાદ જ તેના પર કામ થઈ શક્યું છે.