અમદાવાદ : ફરી એકવાર હવામાન વિભાગે ગુજરાતભરમાં વરસાદની આગાહી આપી છે. ત્યારે આ આગાહી વચ્ચે બેઠક બોલાવવામાં આવી છે. NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મહત્વની મીટિંગ મળશે…
ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…
ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ (heavy rain) ની ઘટ ઝડપથી પૂરી થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે. તારીખ 13, 14 અને 15 તારીખે સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 તારીખે પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. 15 ઓગસ્ટે સુરતની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 ઓગસ્ટે દ્વારકામાં પણ સારા વરસાદ થશે. દ્વારકામાં આ વખતે સિઝનનો બમણો વરસાદ પડી ચૂક્યો છે. ફરી એકવાર હવામાન વિભાગે આગાહી આપી છે. ત્યારે રાજયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે બેઠક બોલાવવામાં આવી છે. NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મહત્વની મીટિંગ મળશે. બપોરે 12.30 વાગ્યે હવામાન વિભાગ અમદાવાદ ખાતે NDRF અને હવામાન વિભાગનાં અધિકારીઓ વચ્ચે મીટિંગ મળનાર છે. જેમાં રાજ્યના વરસાદી માહોલ વચ્ચે NDRFની ટીમોને ડીપ્લોય કરવા સંબંધી ચર્ચા કરાશે.
હાલ NDRF ની 13 ટીમો રાજ્યનાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે 14 એનડીઆરએફની ટીમોને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે. સાથે જ વડોદરા હેડ ક્વાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે.