૪ દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે પહોંચ્યા, ૧૯ હજારથી વધુ લોકો કોરેન્ટાઈનમાં, અત્યાર સુધીમાં ૬.૧૫ કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો…
ઔડા વિસ્તારમાં બની રહેલા ફલેટોની ૪૮૫ જેટલી સાઇટના ૧૫૦૦ જેટલાં બેડરૂમ રિઝર્વ રાખવામાં આવ્યાં…
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કેસો અટકવાનું નામ ન લેતા હોય તેમ આજે પણ વધુ બે કેસો બહાર આવ્યાં છે. અમદાવાદ કોરોના મહામારીમાં ગુજરાતનુમ એપી સેન્ટર બની રહ્યું છે. અને જ્યાં વધુ કેસો નોંધાય તેની પાંચ કિ.મી.ની ત્રિજિયામાં કલ્સ્ટર શોધીને સઘન તપાસ ચાલી રહી છે
કોરોના વાઇરસના પગલે ચાલી રહેલા ૨૧ દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં પણ તેના અમલની વચ્ચે આજે કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસો વધીને ૭૩ પર પહોંચી ગયો છે. અને મૃત્યુઆંક ૬ પર છે. ૭૩માંથી સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાતા અમદાવાદ શહેર આ રોગ માટેનું એપી સેન્ટર બની રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કેસો નોંધવાની વચ્ચે ૪ દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે પહોંચ્યા હોવાના પણ રાહતસમાન અહેવાલ છે. તમ છતાં સરકારે લોકોને લોકડાઉનનો કડક અમલ કરવા આજે પણ વારંવાર ચેતવણી આપી હતી. એક રીતે જોઇએ તો ગુજરાતમાં રોજેરોજ કોરોનાના નવા નવા કેસો બહાર આવી રહ્યાં છે જે લોકલ ટ્રાન્સમિશન પ્રક્રિયાના છે. કોમ્યુનિટી સંક્રમણ નથી. જે એક પ્રકારે રાહતરૂપ કહી શકાય.
ગુજરાતમાં કોરોના મહામારીના કેસોની માહિતી આપવા માટે સરકાર દ્વારા નિયુક્ત આરોઘ્ય સચિવ જયંતિ રવિએ આજે સવારે રૂટીન પત્રકાર પરિષદમાં કોરોના ની માહિતી આપતાં કહ્યું કે, લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્યમાં વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે અને રાજ્યમાં કુલ ૭૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. જે બે નવા કોરોનાના કેસ નોંધાયા છે. તે લોકલ ટ્રાન્સમિશનના છે. તેમાં એક અમદાવાદન ૫૫ વર્ષિય પુરુષનો છે. આ ઉપરાંત ગાંધીનગર-અમદાવાદ બોર્ડર પરના ખોરજની મહિલાનો રિપોર્ટ પણ છે. ૭૩ કેસમાં ૩૭ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જ્યારે ૩૨ કેસ વિદેશથી આવેલા અને ચાર કેસ આંતર રાજ્યથી આવેલા લોકોના છે. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક છ છે અને બે લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે અન્ય લોકોની તબિયત સ્થિર છે અને રાજ્યમાં પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યભરમાં ૧૮ હજાર ૭૮ જેટલા લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જ્યારે ૭૪૧ લોકો સરકારી કોરેન્ટાઈનમાં છે. આમ રાજ્યમાં કુલ ૧૯ હજારથી વધુ લોકો કોરેન્ટાઈનમાં છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં. અત્યાર સુધીમાં ૬.૧૫ કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે કોરોના પોઝિટીવ કેસો નોંધાયો છે તેમાં ૩૨ વિદેશ, ૪ આંતરરાજ્ય, ૩૭ લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે, અને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને જોતા વધુ ૧૦ લાખ ત્રિપલ લેયર માસ્કનો સ્ટોક તૈયાર રાકવા પણ જણાવાયું છે.
તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે,અમદાવાદમાં મેમનગરના ૩૮ વર્ષના અમેરિકાથી આવેલા યુવાનને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં સેમ્પલ ટેસ્ટ કરતાં કોરોના પોઝીટિવ હોવાનું જણાતા કુલ કેસ વધીને ૨૩ થયા છે. જોકે આજે સારા ચિહન બે છે આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી અને ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન બે દર્દીઓ સાજા થતાં તેમને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે સાજી થયેલી વ્યક્તિઓની સંખ્યા ત્રણની થઈ છે. આજે રજા અપાઈ છે, તેમાં ૬૫ વર્ષના પુરૂષ અને ૬૨ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. બન્ને લાલદરવાજાના રહીશ છે અને સાઉદી અરેબિયાના પ્રવાસ બાદ કોરોના થયો હતો. ગુજરાતમાં આજે ૩ નવા કેસો બહાર આવ્યા છે. કુલ આંક ૭૩એ પહોચ્યો છે. જેમાં ૬ લોકોને રિકવરી આવી છે. જ્યારે ૬ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ૧-૧ પોઝિટિવ કેસનો વધારો થયો છે. અમદાવાદમાં ૨૩, ગાંધીનગરમાં ૧૦, રાજકોટ -૧૦, સુરત અને વડોદરામાં ૯-૯, ભાવનગરમાં ૬, ગીર સોમનાથમાં ૨, મહેસાણા- કચ્છ- પોરબંદરમાં ૧-૧-૧ કેસ નોંધાય છે. સુરતના રાંદેરમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીસ સહિતના ૫ લોકોને ક્વોરન્ટીન કર્યા છે.
૧૫૦૦ જેટલાં બેડરૂમ રિઝર્વ રાખવામાં આવ્યાં હોવાનું જણાવીને તેમમે ઉમેર્યું કે, બોપલ-સનાથળ વગેરે અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ નોંધાવાનું ચાલુ થતાં તેમજ આ વિસ્તારોમાં પણ વિદેશથી આવેલાં નાગરિકો હોવાથી તેમને હોમ-ક્વોરેન્ટાઇન કરાયા હોવાથી તે વ્યવસ્થા જિલ્લા તંત્ર સંભાળી રહ્યું છે, જ્યારે ફૂડપેકેટ વિગેરેની વ્યવસ્થા ઔડા દ્વારા કરાઈ રહી છે. હવે જો વધુ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવાની જરૂરિયાત ઉભી થાય તો ઔડા વિસ્તારમાં બની રહેલા ફલેટોની ૪૮૫ જેટલી સાઇટના ૧૫૦૦ જેટલાં બેડરૂમ રિઝર્વ રાખવામાં આવ્યાં છે.
ગાંધીનગરમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં પોઝિટિવ કેસનો આંકડો હવે ૧૧ પર પહોંચ્યો છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં પાંચ પોઝિટિવ કેસ પૈકી એક મહિલાનું મોત નીપજતા મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે અને રાજ્યનો કુલ ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે હાલ લોકોમાં એક પ્રકારે ડર છવાયો છે. ગુજરાતના જાહેર રસ્તાઓ પરની અવરજવર પણ નહીંવત બની છે. તંત્ર દ્વારા જે વિસ્તારના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં અંતરાયો દ્વારા માર્ગો બંધ કરી દઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
એસવીપીમાં જરૂર પડે તો વધુ બેડની સુવિધા ઉભી કરાશે તેમ ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યાં છે. અમદાવાદમાં હાલ જે ૨૩ દર્દીઓ દાખલ થયેલાં છે, તે પૈકી ૧૪ની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે, ૨ દર્દી આંતરરાજ્યમાં પ્રવાસે ગયા હતા, જ્યારે લોકલ ટ્રાન્સમીશનના કારણે ૭ ને ચેપ લાગ્યો છે
રાજકોટમાં કોરોનાના દર્દીઓમાં આજે ૩૧ માર્ચે કોરોના વાઇરસના ૧૬ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામના લોહીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના ૪, રૂરલના ૨ અને બીજા અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે.