ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧૦ દર્દીઓ સાજા થયા, મૃત્યુઆંક ૪૪૫૪, કુલ પોઝીટીવ કેસનો આંક ૨.૮૮ લાખને પાર : એક્ટિવ કેસ વધીને ૭૮૪૭ થયા…
આણંદ : ગુજરાતમાં કોરોના સંક્રમણે ફૂલ સ્પીડ પકડી લીધી હોય તેમ કેસોમાં ઝડપથી વધારો થયો છે. સંક્રમણને બ્રેક લગાવવા સરકાર અનેક પ્રયત્ન કરી રહી છે તેમ છતાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આજે નવા ૧૬૦૦થી વધુ કેસો સામે આવ્યા છે. કુલ પોઝીટીવ કેસનો આંક ૨.૮૮ લાખને પાર થયો છે. એક્ટિવ કેસ વધીને ૭૮૪૭ થયા છે. રિકવરી રેટ ઘટીને ૯૫.૭૪ થયો છે. એક્ટિવ કેસ પણ ૭૮૪૭ થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૬૪૦ કેસો નોંધાયા છે. ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૧૧૧૦ દર્દીઓ સાજા થયા છે. તે સાથે અત્યાર સુધીમાં ૨,૭૬,૩૪૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા. રાજ્યમાં કુલ ૭૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૭૭૭૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૫૪ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨૮૮૬૪૯ થયો છે.
- જિલ્લા મુજબ નોંધાયેલા કેસો :
અમદાવાદ – સુરત ૪૮૩, વડોદરા ૧૫૯, રાજકોટ ૧૫૨, ખેડા ૪૧, ભાવનગર ૩૨, ગાંધીનગર ૩૪, જામનગર ૨૮, દાહોદ – પંચમહાલ ૨૩, કચ્છ – મોરબી ૧૭, નર્મદા ૧૬, પાટણ ૧૫, ભરૂચ ૧૪, મહેસાણા ૧૨, જૂનાગઢ ૧૧, અમરેલી ૧૦, આણંદ ૯, ગીર સોમનાથ નવસારી ૮, સાબરકાંઠા – સુરેન્દ્રનગર – તાપી ૭, બનાસકાંઠા ૬, છોટા ઉદેપુર મહિસાગર ૪, દેવભૂમિ દ્વારકા – વલસાડ ૩, અરવલ્લી ૨, બોટાદ – ડાંગ ૧.