Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં કોરોના શબ્દ ૭૦ કરોડ અને સુરતમાં ૯.૫૦ કરોડ વખત ઈન્ટરનેટમાં સર્ચ થયો…

સુરત : છેલ્લા ૧ મહિનામાં દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ત્યારે કોરોના અંગે માહિતી મેળવવા માટે લોકો ઈન્ટરનેટનો સહારો લેતા હોય છે. જેના આંકડા ખૂબ જ વધારે છે. ૭૦.૧૫ કરોડથી વધુ વખત લોકોએ કોરોના વિશે માહિતી ઈન્ટરનેટ પર સર્ચ કરી હોવાનું સામે આવ્યું છે. જે પૈકી ૯.૫૦ કરોડ વખત કોરોના વિશે માહિતી સુરતમાંથી સર્ચ કરવામાં આવી છે. આ સાથે એપ્રિલ મહિનામાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિના કારણે ટ્રેન્ડમાં રહ્યો હતો.
માર્ચ મહિનાના અંતથી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ હતી. એપ્રિલની શરૂઆતથી કોરોનાએ ભયાવહ સ્થિતમાં આવી ગયો હતો. રોજ હજારોની સંખ્યામાં કેસ અને મોતનો આંકડો પણ હચમચાવી નાખે તેવો હતો. કોરોનાના વિસ્ફોટના કારણે સારવારથી લઈને અંતિમસંસ્કાર સુધી લાઈનો જોવા મળી હતી. જેથી એપ્રિલ મહિનામાં કોરોના થવા પાછળનું કારણ, કોરોના થયા પછીની સ્થિતિ, તેની સારવાર, કંઈ દવાનો ઉપયોગ થાય છે તે ઉપરાંત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું છે.
એપ્રિલ મહિના દરમિયાન કોરોના ઈન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહ્યું છે. સાયબર એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કોરોનાની વકરતી સ્થિતના કારણે કોરોના અંગે લોકો ઈન્ટરનેટ પર માહિતી મેળવે છે. સૌથી વધુ કોરોના વાઈરલ કી-વર્ડ વધુ સર્ચ કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ શબ્દ જ ગુજરાતમાં ૧૮.૭૮ કરોડ વખત મહિનામાં સર્ચ થયો છે.
૩૧ માર્ચથી ૩૦ એપ્રિલ સુધીના ૧ મહિનામાં સુરતમાં જ કોરોના વઈરલને લગતી માહિતી ૩.૨૦ કરોડ લખત સર્ચ કરવામાં આવી છે. ત્યારબાદ આઈપીએલ અને બંગાળ ઈલેક્શન પણ ટ્રેન્ડમાં રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Related posts

બોલો… સુરતમાં રોંગ સાઇડ આવતા સાયકલ ચાલકને પોલીસે મેમો ફટકાર્યો…

Charotar Sandesh

પોલીસનું ગુંડારાજ… જાહેરમાં મહિલાઓ અને બાળકોના વાળ ખેંચીને માર્યા

Charotar Sandesh

અમદાવાદમાં ૧૬૬ ખાનગી હોસ્પિટલમાં ૩ ઓક્સિજન બેડ અને ૧ વેન્ટિલેટર સાથે માત્ર ૧૪૮ બેડ ખાલી…

Charotar Sandesh