Charotar Sandesh
ગુજરાત ચરોતર

ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ : એક જ દિવસમાં ૧૧૦૦થી વધુ કેસો : આણંદમાં વધુ ૧૩ કેસો…

એક્ટિવ કેસ ૫૩૦૦થી વધી ગયા : કુલ સંક્રમિતોની સંખ્યા ૨.૮૧ લાખને પાર : ૨૪ કલાકમાં ૩ના મોત…

આણંદ : ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયાને એક વર્ષ થયું, છતાં કોરોના કેસો ઘટવાના બદલે વધી રહ્યા છે. થોડી રાહત દેખાય, અને કોરોના સ્થિતિ નિયંત્રણમાં આવતી જણાય ત્યાં જ નવી લહેર શરૂ થઈ જાય છે. તંત્રના અનેક પ્રયાસ બાદ પણ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. આજે એક જ દિવસમાં ૧૧૦૦થી વધુ કેસો નોંધાયા છે. એક્ટિવ કેસ ૫૩૦૦થી વધી ગયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૨.૮૧ લાખને પાર થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં એક – એક દર્દીના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧,૧૨૨ કેસો નોંધાયા છે. ૩ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૭૭૫ દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં કુલ ૨,૭૧,૪૩૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ ૬૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૫૨૪૯ દર્દીઓ સ્ટેબલ છે. એ સાથે એક્ટિવ કેસ વધીને ૫,૩૧૦ થયા છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪,૪૩૦ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૮૧,૧૭૩ પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો :
સુરત ૩૫૩, અમદાવાદ ૨૭૧, વડોદરા ૧૧૪, રાજકોટ ૧૧૨, ગાંધીનગર ૨૪, ભરૂચ ૨૧, ભાવનગર ૨૦, મહેસાણા – જામનગર ૧૯, ખેડા – પંચમહાલ ૧૮, કચ્છ ૧૪, આણંદ ૧૩, દાહોદ – નર્મદા – જૂનાગઢ ૧૨, સાબરકાંઠા ૧૦, છોટા ઉદેપુર ૯, અમરેલી – મહિસાગર – મોરબી ૮, અરવલ્લી – બનાસકાંઠા – ગીર સોમનાથ – વલસાડ ૪, પાટણ- સુરેન્દ્રનગર – તાપી ર, બોટાદ – ડાંગ – દેવભૂમિ દ્વારકા – નવસારી – પોરબંદર ૧.

Related posts

ભાજપ તમામ આઠ બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરશે : નીતિન પટેલ

Charotar Sandesh

અમૂલ ચૂંટણી : વધુ ૧૭ ફોર્મ ભરાયા, ઉમેદવારી કરવાની અંતિમ તારીખ ૧૩ ઓગસ્ટ

Charotar Sandesh

હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કર્યો…

Charotar Sandesh