Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં વિકાસના નામે વિનાશ ? છેલ્લા બે વર્ષમાં ૧.૮૦ લાખ વૃક્ષો કપાયા…

વિધાનસભામાં થયો ખુલાસો…

ગાંધીનગર : અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે અને કોંક્રિટના જંગલો ઉભો થઈ રહ્યા છે. વૃક્ષોની સંખ્યા ઘટી જતાં અને જે રહ્યા છે તેને પણ કોઈનો કોઈ કારણસર કાપી નખાતા તેની અસર પક્ષીઓ તેમજ મનુષ્યો પર પણ પડે છે. વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન છેલ્લા બે વર્ષમાં કેટલા વૃક્ષો કપાયા તેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે., જે મુજબ ૧ એપ્રિલ, ૨૦૧૮થી લઈને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન કચ્છ, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં ૩૭ ટકા વૃક્ષોને કાપી નખાયા હતા.

લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે પૂછેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, પાટનગર ગાંધીનગરમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૧,૪૧૮ જ્યારે એપ્રિલ ૨૦૧૯થી લઈને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન ૪,૨૬૩ વૃક્ષોનું નિકંદન કરાયું હતું.

વિધાનસભામાં આપવામાં આવેલા બીજા જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ૪,૪૪૮ વ્યક્તિઓ ગેરકાયદે વૃક્ષો કાપતા ઝડપાયા છે. ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા વૃક્ષોની માર્કેટ વેલ્યૂ ૪૪.૬૨ કરોડ રૂપિયા હતી.
સ્ટેટ સોશિયલ ફોરેસ્ટ્રીના એક અધિકારીએ કહ્યું કે, મંજૂરી લીધા બાદ કાપવામાં આવેલા ૧.૮૦ લાખ વૃક્ષોની વેલ્યૂ ૬૯.૧૩ કરોડ રૂપિયા હતી. ‘તેથી, રાજ્યમાં કાયદેસર અને ગેરકાયદેસર કાપવામાં આવેલા વૃક્ષોની કુલ વેલ્યૂ ૧૦૦ કરોડ રૂપિયા હતી’.

અધિકારીએ કહ્યું કે, રોડ પહોળા કરવા, સરકારના પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન માટે તેમજ રેલવે પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા.

Related posts

ધો.૧૨ની ઉત્તરવહીની ચકાસણી ભૂલ કરનાર શિક્ષકો પાસેથી ૩૦ લાખ દંડ વસૂલાયો…

Charotar Sandesh

સરકારે ‘FASTag’ ન લાગેલા વાહનોને એક મહિનાની રાહત આપી…

Charotar Sandesh

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું તિવ્ર અસર : વૃક્ષો-વીજપોલ-હોર્ડિંગ્સ થયા જમીનદોસ્ત

Charotar Sandesh