Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં ૧૭૬ નવા કેસ, કુલ ૧૨૭૨ : છેલ્લા ૨૪ કલાકમાં ૭ના મોત…

અમદાવાદમાં જ ૧૪૩ કેસ : રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૮ લોકોના કોરોનાના કારણે મોત થયા છે…

રાજકોટ : દુનિયામાં ૨૨.૫૦ લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી ૧.૫૪ લાખના મોત થયા છે. ત્યારે ભારતમાં ૧૪૩૭૮ ઉપર આંકડો પહોંચી ગયો છે. જેમાંથી દેશમાં કુલ ૪૮૦નાં મોત થયા છે અને ૧૯૯૨ લોકો ને હોસ્પિટલની રજા મળેલ છે. ત્યારે આજે ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. અત્યાર સુધીના સૌથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા છે.

રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલ કોરોના પોઝિટિવ આંકડા પ્રમાણે ગઇકાલે ૧૭ એપ્રિલ સાંજે ૬ વાગ્યા બાદ ગુજરાતમાં ૧૭૬ નવા કેસ નોંધાયા છે, છેલ્લા ૨૪ કલાકમાં ૭ લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં વધતા કેસ ચિંતાજનક છે ત્યારે અમદાવાદમાં જ ૧૪૩ નવા કેસ જોવા મળ્યા છે. વડોદરામાં ૧૩, સુરતમાં ૧૩, રાજકોટમાં ૨, ભાવનગર ૨, આણંદ ૧, ભરૂચ ૧, પંચમહાલ ૧ એમ કુલ ૧૭૬ કેસ.

રાજ્યમાં કુલ કેસ ૧૨૭૨ જેમાંથી ૧૧૨૯ની તબિયત સ્થિર છે અને ૭ લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી ૮૮ લોકોને રજા મળી છે અને કુલ ૪૮ લોકોના મોત થયા છે.

Related posts

અમદાવાદમાં સાબરમતી નદીના પાણીને શુદ્ધ કરવા બનશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના અંત તરફ, ૯ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ : રિકવરી રેટ ૯૭.૬૬ ટકા…

Charotar Sandesh

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વના ભવ્ય સ્થળોની યાદીમાં સમાવેશ…

Charotar Sandesh