Charotar Sandesh
ગુજરાત

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની વેબસાઈટ હેક…

સુરત : કોરોના મહામારી વચ્ચે પણ સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વેબસાઈટ હેક થતાં રાજનીતિ ગલિયારોમાં ચકચાર મચી જવા પામી હતી. પાટીલની વેબસાઈટ હેક થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપ પ્રમુખની વેબસાઈટ હેક થઈ છે. મોહમંદ બીલાદ નામના ગ્રુપે સી.આર.પાટીલની વેબસાઈટ હેક કરી હોવાની માહિતી મળી રહી છે. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં મહોમ્મદ બીલાદ નામના ગ્રુપે વેબસાઈટ હેક કરી હોવાનો ખુલાસો થયો હતો. હાલ આગળની તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ વર્ષ પહેલા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ કોઇક અજાણ્યા વ્યક્તિએ હેક કર્યુ હતું. જેથી સાંસદ પાટીલે પોલીસ કમિશનરને અરજી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી. એકાઉન્ટ હેક થયાના બે દિવસ પહેલા કોઇકે સી.આર.પાટીલનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ હેક કરી તેમાં ચેટિંગ કરતો હતો.
ચેંટિગમાં ભેજાબાજએ બિભત્સ વાતો કરી હોવાની વાત પણ સામે આવી હતી. સાથે વિડીયો કોલીંગ પણ કર્યા હતા. અજાણ્યા હેકર્સે સી.આર.પાટીલનું એકાઉન્ટ હેક કરી તેમાં લોઇસ્સામોરે નામથી ચેટિંગ કર્યુ હતું. આ ચેટિંગમાં પોતાનું નામ કિરતેશમી નામથી એકાઉન્ટ હોવાની આશંકા હતી. એકાઉન્ટ હેક થતા સી.આર.પાટીલે તાત્કાલિક પોલીસ કમિશનરને અરજી આપી હતી.

Related posts

હવે ખાનગી કોચિંગ-ટ્યૂશન કલાસની નોંધણી ફરજિયાત બનશે

Charotar Sandesh

અમદાવાદની અંકુર સ્કૂલમાં ભીષણ આગ, ૪ વિદ્યાર્થીઓએ ધાબા પર જઈ જીવ બચાવ્યો…

Charotar Sandesh

કોંગ્રેસ સેવાદળે સ્કૂલ ફીનો નકલી રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કર્યો…

Charotar Sandesh