Charotar Sandesh
ગુજરાત

‘ગુજરાત સરકારની નીતિ સરકારી રોજગાર, રહો બેરોજગાર’

ધાનાણીએ સરકારને ‘ખિસ્સા કાતરુ’, ગણાવતા આપ્યું નવું સૂત્ર…

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ભરતીના સંદર્ભમાં સરકાર પર ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ ગુજરાત સરકારના બાનમાં લેતા મોટા આક્ષેપો કર્યો છે. પરેશ ધાનાણીએ ગુજરાત સરકારને ખિસ્સા કાતરું ગણાવીને કહ્યું કે ચૂંટણી નજીક આવે ત્યારે ગુજરાત સરકાર ભરતીની જાહેરાત ન્યૂઝ પેપરોમાં છપાવે છે અને તેના દ્વારા ફોર્મ ફી વસૂલી અને કરોડો રૂપિયાની ઉઘરાણી કરે છે. પરંતુ સરકારી ભરતીમાં એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થતો નથી. બીજી બાજુ તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા માટે પરીક્ષા લે છે, પરંતુ તેમાં પણ જાતે ગોટાળા કરાવે અને ભરતી મેળા ઉપર પ્રતિબંધ મૂકાવે છે. જેના કારણે ભરતી અટકી જાય છે પરીક્ષા ફી સહિત મોટી કમાણી થાય તે તો નફાની. રાજ્યના વિદ્યાર્થીઓના ખિસ્સા ખંખેરીને ફોર્મ ભરાવે છે અને નવી ભરતીની રાહ જોવડાવે તેમ છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકારને ખીસા કાતરું ગણાવીને એક સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારની નીતિ સરકારી રોજગાર, રહો બેરોજગાર’ જેવું સૂત્ર અપનાવી રહી છે. જયારે જયારે ચુંટણી નજીક આવે ત્યારે સરકારી ‘ભરતી’ની જાહેરાત છપાવીને મોટો ભ્રષ્ટાચાર કરે છે, અને વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ ફી વસૂલી અને કરોડો ઉઘરાવે છે. પરેશ ધાનાણીએ કાવ્યાત્મક શૈલીમાં લખ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે સરકાર ભરતી ની જાહેરાત છપાવે તથા મોંઘી ઉઘરાવી અને ફોર્મ ભરાવે પરીક્ષાની તૈયારીમાં સમય વેડફાવે પાસ કરાવી દેવાના વાયદા અભાવે મજબૂરી યુવાનો પાસેથી કરોડો ઉઘરાવે કાવ્યના અંતમાં પરેશ ધાનાણી લખે છે કે હવે ભરતી મેળો બંધ રખાશે અને નવી ચૂંટણીની રાહ જોવડાવે?

Related posts

નમામી દેવી નર્મદેઃ ડેમ ૧૩૮.૬૮ મીટરે છલોછલ ભરાયો…

Charotar Sandesh

પોલીસથી નહીં પણ કોરોનાથી ડરતો ચોર PPE કીટ પહેરી ૨.૩૨ લાખની ચોરીને અંજામ આપ્યો !

Charotar Sandesh

કોરોનાની માહિતી સીમિત, માસ્ક વગરના લોકો પાસેથી વસુલાયો ૧૧૬ કરોડ દંડ…

Charotar Sandesh