Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાત સહિત દેશભરમાં રોજેરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આંકલાવ કોંગ્રેસનું આવેદનપત્ર…

ભાવવધારો પાછો ખેંચવા માટે તેમજ જનતાના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માટે આંકલાવ તાલુકાના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો…

આણંદ : ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી રોજેરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી જનતા માટે ભારે મુશ્કેલીઓ ઉદ્‌ભવી રહેલ છે. ભાવવધારો પાછો ખેંચવા માટે તેમજ જનતાના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માટે આંકલાવ તાલુકાના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જે અંતર્ગત આંકલાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવેલ કે, ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજબરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે, વિશ્વ કક્ષાએ ફુડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો ત્યારે સરકારે એક્સાઈઝ ડ્યુટી જેવા સરકારી વેરાઓમાં વધારો કરી પ્રજાના અચ્છે દિન લાવાના બદલે અદાણી, અંબાણી તેમજ ઓઈલ કંપનીઓના અચ્છે દિન લાવવાનું કામ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ઠીની સરકાર વારંવાર જુમલા કરી રાજ્યની ચુંટણી જીત્યા બાદ તરત જ પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો કરવાનું કાર્ય કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારો કરી પ્રજા સાથે દગો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. વર્તમાન ભાજપાની મોદી સરકાર પ્રજાને ચુંટણી જીતવા માટે પોકળ જુઠા વચનો આપવાનું કામ કર્યું છે. હકીકતમાં જ્યારથી ભાજપની મોદી સરકારનું શાસન આવ્યું છે, ત્યારથી સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ નીવડી છે. આ સાથે અચ્છે દિનના સ્વપ્ના સાકાર થશે તેના કારણે ગામડાની બહેનોએ મત આપ્યા હતા ત્યારે ગેસના બોટલો ઉપરની મોંઘવારીએ દુખમાં ઉમેરો કર્યો છે, તો અમે પ્રધાનમંત્રી પાસે માંગ કરીએ છે કે ૧ રાષ્ટ્ર ૧ ટેક્ષની વાત આપે જીએસટી લગાવતી વખતે કરી હતી તો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવી આપે કરેલી વાતને સમર્થન આપતું કાર્ય કરવા વિનંતી છે.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના આજે વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું…

Charotar Sandesh

આણંદ : અમુલની નવી સિદ્ધિ, સરોગસીથી અપાયો જોડીયા વાછરડાને જન્મ…

Charotar Sandesh

હર ઘર તિરંગા અભિયાન SRP ગૃપ-૭ના પોલીસ જવાનો દ્વારા અડાસ ખાતે યોજાયેલ ભવ્ય મશાલ રેલી, જુઓ તસ્વીરો

Charotar Sandesh