અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી હાઇકોર્ટની કામગીરી હાલ પુરતી ઓનલાઈન રહે તેવી શક્યતા છે. હવેથી હાઇકોર્ટની સુનાવણી ઓનલાઇન થાય તેવી શક્યતા છે.
હાલમાં હાઇકોર્ટના તમામ ગેટ બંધ કરી નિયંત્રિત ઝોનના બોર્ડ મારી દેવાયા છે. હાઈકોર્ટ આગામી ૫ દિવસ સુધી બંધ રહેશે તેમજ હાલમાં ત્યાર સેનેટાઈઝર છાંટવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં ૬ કર્મી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૭ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય સેતુ એપના આધારે હાઈકોર્ટના કર્મીઓનું ટેસ્ટિંગ કરાયું હતું.