Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ગુલાબ અને મો મીઠુ કરાવી પરીક્ષાર્થીઓને કલેકટર શ્રી આર.જી. ગોહિલે આવકાર્યા…

આણંદ જિલ્લામાં  ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ…

તણાવ રહિત અને નિર્ભય રીતે પરીક્ષા આપવા અનુરોધ કર્યો…

આણંદ : આણંદ જિલ્લામાં આજથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. જિલ્લામાં ધો.૧૦ના ૪૦૦૫૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૧૪૩૩૬ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૬૩૬૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૦૭૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

કલેકટર શ્રી આર.જી. ગોહિલે આજે આણંદની સરદાર પટેલ ખેતીવાડી હાઇસ્કુલમાં ધો.૧૦ના પરીક્ષાર્થીઓને ગુલાબનું ફુલ આપીને સાંકર ખવડાવી પરીક્ષા કેન્દ્ર ખાતે આવકાર કર્યો હતો.

કલેકટર શ્રી ગોહિલે આણંદ જિલ્લામાં ધો. ૧૦, ૧૨ના બોર્ડના પરીક્ષાર્થીઓને  તણાવ રહિત અને નિર્ભય રીતે પરીક્ષા આપવાનો અનુરોધ કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનુ કહ્યુ હતું.

આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જી.ડી. પટેલ, ઓબ્ઝર્વરશ્રી તેમજ શિક્ષણકાર્ય સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

ગુજરાતમાં ‘કાયદો-વ્યવસ્થા’ ની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

Charotar Sandesh

આણંદ શહેર કોંગ્રેસમાં આજે ફરીવાર ગાબડું પડ્યું : કેતન બારોટ સહિત અન્ય કાર્યકરો ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

ગુજરાતના આ ૯ જિલ્લામાં એલર્ટ જાહેર, આગામી ૪૮ કલાક ખુબ જ ભારે ! ૨૧ રસ્તાઓ બંધ

Charotar Sandesh