Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગોકુલધામ નાર દ્ધારા તીર્થધામ વડતાલધામમાં ફ્રિ જેકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો…

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મદિરમાં ફરજ બજાવતા ૪૦૦ થી વધુ કર્મચારીઓને જેકેટ વિતરણ નો કાર્યક્રમ મંદિરના કોઠારી ડૉ.સંતસ્વામી ના સાનિધ્યમાં યોજાયો હતો.આ પ્રસંગે વડતાલ પિઠાધિપતિ પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલ સંસ્થાના ચેરમેન પૂ.દેવસ્વામી ના આશીર્વાદ સાથે નાર ગુરુકુળના પૂ.શુકદેવસ્વામી એ કર્મચારીઓની સેવાને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા.

ડૉ.સંતસ્વામી એ જણાવ્યું હતું કે સેવા દરેક પ્રકારની હોઈ છે.અન્ન,વસ્ત્ર અને આરોગ્યની સેવા શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે અતિ મહત્વની છે.

આ પ્રસંગે લંડનથી ખાસ ઊપસ્થિત સુનિલ ઈનામદારે વડતાલ મંદિરમાં કોરોના અંતર્ગત વ્યવસ્થાઓને બિરદાવીને સેવકોને અભિનંદન આપ્યા હતા . સ્વામીનારાયણ ગુરુકુળના યુવાન અને ઉત્સાહી પૂ.શુકદેવસ્વામીના સૌજન્યથી મંદિરમાં ફરજ બજાવતા ૪૦૦થી વધુ કર્મચારીઓને શીયાળlની ઋતુમાં જેકેટ વિતરણ કરવામાં આવેલ છે. વડતાલના આ સંતે જે સેવાની ધુણી દાખવી છે. તે આજે વડતાલમાં પ્રગટે છે. ભગવાન શ્રીહરિએ જ્યાં શિક્ષાપત્રી લખી છે તે વડતાલ ધામમાં શિક્ષાપત્રીના આદેશ મુજબ જે સેવાનું કાર્ય થઇ રહ્યુ છે તેનો વિશેષ આનંદ છે. જે દાતાઓ આ સંતમાં વિશ્વાસ રાખી સહયોગ આપે છે તેમનો પણ વડતાલ સંસ્થા આભાર માને છે. આમ ગોકુલધામ નાર દ્વારા વડતાલધામમાં ફ્રિ જેકેટની સેવા થઇ છે. આ પ્રસંગે પૂ.શુકદેવ સ્વામી (નાર), સુનિલભાઈ ઈમાનદાર લંડન , અક્ષર સ્વામી વિગેરે સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીકીત પટેલ અને શીવભદ્ર ચુડાસમાએ સંભાળ્યુ હતું.

Related posts

લોકડાઉનના સમયમાં આણંદ જિલ્લાના આંકલાવ બ્લોકમાં અસરકારક શિક્ષણની પહેલ…

Charotar Sandesh

ઉમરેઠની જ્યુબિલી બોયઝ શાખાને 12 વર્ષ પછી કાયમી આચાર્ય મળ્યા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાંથી ટ્રેન મારફતે ૧૧૯૦ પરપ્રાંતીયોને માદરે વતન જવા માટે ઉષ્માભરી વિદાય…

Charotar Sandesh