Charotar Sandesh
બોલિવૂડ

ગોવિંદા અને યશરાજ ફિલ્મ્સની કારનો થયો અકસ્માત, જાનહાની ટળી…

મુંબઈ : મોડી સાંજે, મુંબઇના જૂહુ વિસ્તારમાં ફિલ્મ અભિનેતા ગોવિંદાની કારને બીજી કારે ટક્કર મારી હતી. જે સમયે આ અકસ્માત સર્જાયો તે સમયે કારમાં ગોવિંદાનો પુત્ર યશવર્ધન અહૂઝા અને ડ્રાઇવર હાજર હતો. ટક્કર મારનાર ગાડી યશરાજ ફિલ્મ્સની હતી. જોકે સદનસીબે ગાડીમાં બેઠેલા લોકોને કોઇપણ પ્રકારનું નુકસાન થયું ન હતું. જુહૂ પોલીસના અનુસાર બંને પક્ષોએ પરસ્પર સમાધાન કરી લીધું છે. આ મામલે કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. રાત્રે લગભગ ૮ઃ૩૦ વાગે જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી કે ગોવિંદાની કારને ટક્કર મારવામાં આવી હતી. જે ગાડીને ટક્કર મારી, તેને ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. બંને ગાડીઓમાં સામાન્ય લિસોટા પડ્યા હતા. અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી ન હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો ગોવિંદાને છેલ્લે વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ’રંગીલા રાજા’માં કામ કર્યું હતું.

Related posts

ફિલ્મ હિટ હોય કે ફ્લૉપ કોઇ અસર પડતી નથી : આલિયા ભટ્ટ

Charotar Sandesh

ફિલ્મ શુભ મંગલ ઝ્‌યાદા સાવધાને બે દિવસમાં ૨૦ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવતી અદાલત : જેલમાં જ રહેવું પડશે…

Charotar Sandesh