નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે સરહદ પર થયેલા વિવાદ બાદ ભારત સરકાર ચીન પર એક બાદ એક આકરા પગલા ભરી રહી છે. પહેલા ભારતે ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે યુવાનોમાં સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમ પબજી સહિત અન્ય 118 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
118 એપમાં PUBG ઉપરાંત CamCard, Baidu, Cut Cut, VooV, Tencent Weiyun, Rise of Kingdoms, Zakzak પણ સામેલ છે.
પબ જી, લ્યુડૉ સહિત ૧૧૮ એપ પર પ્રતિબંધ મુક્ત કુલ ૨૨૮ એપ નો હવે સમાવેશ થાય છે.