હવે ચીન સાથે વાત કરવામાં કોઈ રસ નથી : ચીનની કઠપુતળી છે ડબલ્યુએચઓઃ ટ્રમ્પનો આરોપ…
USA : ચીન વિરુદ્ધ અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે હોંગકોંગ સ્વાયતતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, હોંગકોંગમાં થતા અત્યાચાર માટે ચીન જવાબદાર છે. તેમજ તેમણે કહ્યું કે તેમણે હોંગકોંગના પ્રેફરેંશિયલ ટ્રેડનો દરજ્જો પણ સમાપ્ત કર્યો છે. એટલું જ નહીં વિશ્વમાં મોટા આર્થિક સંકટ માટે ચીન જવાબદાર છે તેમ પણ જણાવ્યું હતુ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે જોયું કે હોંગકોંગ સાથે શું થયું છે. તેની સ્વાયતતા છીનવી લેવાઈ છે જેથી તે ફ્રી માર્કેટમાં સ્પર્ધા ન કરી શકે. મને લાગે છે કે ઘણા બધા લોકો હવે હોંગકોંગ છોડવાના છે. આપણે એક સારો સ્પર્ધક ખોઈ નાંખ્યો છે. અમે આ માટે ઘણું બધુ કર્યુ છે.’ હોંગકોંગને કોઈ સ્પેશિયલ ટ્રીટ મેન્ટ નહીં આપવામાં આવે. હોંગકોંગને પર ચીનની જેમ જ માનવામાં આવશે.
ડબ્લ્યુએચઓ હકીકતમાં ચીનની કઠપુતળી છે અને અમે કોરોનાને છૂપાવવા અને તેને ફેલાવવા માટે ચીનને જવાબદાર માનીએ છીએ. તેમણે કહ્યું કે ચીને અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો પણ બદલામાં વાયરસ આપ્યો જેના કારણે આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.
મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ચીન સાથેના “ફેઝ ૨” વેપારની વાતચીત માટેનો દરવાજો બંધ કરી દીધો હતો. તેમણે કહ્યું કે તે કોરોનો વાયરસ રોગચાળાને કારણે બેઇજિંગ સાથેના વેપાર વિશે વાત કરવા માંગતો નથી. ટ્રમ્પે કહ્યું કે હવે તેઓ ચીન સાથે વાટાઘાટો કરવામાં રસ ધરાવતા નથી. ટ્રમ્પને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યુંકે શું ચીન સાથે વેપાર સોદા માટે વાતચીતનો બીજો રાઉન્ડ હવે પૂર્ણ થઈ ગયો છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, મને ચીન સાથે વાત કરવામાં રસ નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે જાન્યુઆરીમાં ટ્રાયલ ડીલના પ્રથમ તબક્કામાં શ્રેષ્ઠ વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ સોદો થઈ જતાં તેની શાહી સુકાશે નહીં, તેમણે અમને પ્લેગ આપ્યો. કોરોના વાયરસનો પણ ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે તે વુહાન શહેરથી જ બહાર આવ્યો છે.
- Naren Patel