ચીન ઊંઘમાં બાઇડેનનો વિજય ઇચ્છે છે…
USA : અમેરિકામાં નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિવાદિત નિવેદનબાજી કરવાનું તીવ્ર બન્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનની ફરી નિંદા કરી હતી, અને કહ્યું કે, ચીન ઈચ્છે છે કે મારો બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય ન થાય. જે કારણે તેને અને ઈરાનને ખુબ જ ફાયદો થાય. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ચીન તો એજ ઈચ્છે છે કે ઊંઘમાં રહેલા બાઇડેન જ અમેરિકાના રાષ્ટ્રપતિ બને, જેથી તે આપણા દેશ પર શાસન કરી શકે.
ન્યૂજર્સીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે બાઇડેન પર નિશાન સાધતા આકરા પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, ચીન ઈચ્છે છે કે મારો બાઇડેનની સામે પરાજય થાય. ચીન તો ઈચ્છે છે કે તે આપણા દેશને ખરીદી લે. જો બાઇડેન રાષ્ટ્રપતિ બનશે તો ચીન આપણા દેશ પર શાસન કરી શકે છે. આ માટે ચીન સપનું જોઈ રહ્યું છે.
ચીન બાદ ટ્રમ્પે ઈરાન નો પણ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન જ નહિ પણ ઈરાન પણ ઈચ્છે છે કે નવેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં મારો પરાજય થાય. જો મારો પરાજય થશે તો આપ બહુજ જલ્દી જોઈ શકશો કે નવા રાષ્ટ્રપતિ ઈરાનની સાથે ખુબ જ જલ્દીથી સમજૂતી કરશે. નોર્થ કોરિયા સાથે પણ સમજૂતી થઇ જશે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, હું એ પણ સ્પષ્ટ કહું છુ કે વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં મારી પાર્ટીનો વિજય ન થયો હોત તો અત્યાર સુધીમાં નોર્થ કોરિયા સાથે પણ સમજૂતી થઇ ગઈ હોત.
- Nilesh Patel