Charotar Sandesh
વર્લ્ડ

ચીન જિનપિંગના નેતૃત્વમાં વધુ વર્ચસ્વ અને ધાક જમાવી રહ્યું છેઃ નિક્કી હેલી

ચીન નાના દેશોને ધમકી આપીને પોતાની તાકાત બતાવવા માંગે છે…

USA : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ કહ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં ચીન વધારે વર્ચસ્વ અને ધાક જમાવી રહ્યું છે. તેણે અન્ય દેશો સામે આંગળીઓ ચીંધવાનું શરુ કરી દીધું છે. જિનપિંગ સત્તામાં આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ ચીનનું વલણ આક્રમક થયું છે. તે હવે લીડરશીપ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે આ માટે તમામ સાથે વાત કરવાની પણ શરુ કરી દીધી છે. પરંતુ તેનું આ વર્તન લાંબો સમય ચાલશે નહિ. હેલીએ મંગળવારે ફોક્સ ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી.

હેલીએ કહ્યું, ’સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મારા કામ કરવાના સમય દરમિયાન ચીન ઘણું શાંત રહ્યું. તેણે એક વ્યૂહરચના હેઠળ કામ કર્યું હતું. ચીને ચુપચાપ કેટલાક ક્ષેત્રોમાં સારી જગ્યા બનાવવા માટે કામ કર્યું અને પાછળના દરવાજેથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્થાન મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા.

તેમણે કહ્યું કે કોઈ પણ દેશ જે તે લોકોને મુક્તપણે જીવવા નથી દેતો, તો તે તેવું લાંબા સમય સુધી નથી કરી શકતો. એક દિવસ એવો સમય પણ આવશે જ્યારે લોકો વિદ્રોહ કરશે, જેમે કે અત્યારે હોંગકોંગમાં થઇ રહ્યો છે. ચીન તેને દબાવવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીન આવુ જ દબાણ તાઇવાન, દક્ષિણ ચીન સાગરથી જોડાયેલા દેશો અને ભારત પર પણ કરી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાએ ચીનને તે બતાવવાની જરૂર છે કે અમારી સેના સંપૂર્ણપણે સજ્જ છે, તેથી તે અમારી સામે આવવાના પ્રયાસ ન કરે.

  • Naren Patel

Related posts

ભારતીય મૂળના નીરજ અંતાણીએ ઓહિયોના સેનેટર તરીકે શપથ લીધા…

Charotar Sandesh

કોરોનાની રસીનું કામ કરતા રશિયન વિજ્ઞાનીનું રહસ્યમય મોત…

Charotar Sandesh

ભારતના ભરપૂર વખાણ કર્યા : અમેરિકા કોંગ્રેસે ટિકટોક બેન કરવા ટ્રમ્પને પત્ર લખ્યો…

Charotar Sandesh