Charotar Sandesh
ઈન્ડિયા

ચીન સામે મુકાબલો ભારતે તૈયાર રહેવું જ પડશે : એસ.જયશંકર

અમેરિકાના સાથેના સંબંધ બદલાઇ રહ્યા છેઃ વિદેશમંત્રી

ન્યુ દિલ્હી : લદ્દાખ બોર્ડર પર ચીનની સાથે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે (ભારતને) ચીન સામે મુકાબલો કરવા માટે તૈયાર રહેવું જ પડશે. જયશંકરનું આ નિવેદન ચીનની સાથે પાંચમા રાઉન્ડની વાતચીત પહેલાં આવ્યું.
એસ.જયશંકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ચીનના મુદ્દા પર એસ.જયશંકર બોલ્યા કે ચીનની સાથે સંતુલન સુધી પહોંચવું સરળ નથી. ભારતે તેનો વિરોધ કરવો પડશે અને મુકાબલ માટે ઉભા રહેવું જ પડશે.
ચીનને સંદેશ આપતા જયશકંરે એ પણ સ્પષ્ટતા કરી દીધી કે બોર્ડર પર તેની (ચીન) હરકતોની અસર વેપાર પણ પડવાનું નક્કી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે બોર્ડરની સ્થિતિ અને અમારા સંબંધોને અલગ-અલગ કરીને જોઇ શકાય નહીં. આ સચ્ચાઇ છે.
જયશંકરનું આ મોટું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે ચીન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી. તેઓ લદ્દાખમાં પોતાની સેનાને પાછળ લઇ જવાની વાત કતો કરે છે પરંતુ હકીકતમાં એવું થતું દેખાઇ રહ્યું નથી. તેના લીધે પાંચમા રાઉન્ડની સૈન્ય મીટિંગ પહેલાં રદ્દ થઇ ગઇ હતી.
વિદેશ મંત્રીએ અમેરિકાની સાથે ભારતના સંબંધો પર પણ વાત કરી. તેઓ બોલ્યા કે યુએસ સંગ સંબંધ બદલાઇ રહ્યા છે. જયશંકર બોલ્યા કે ભારત અમેરિકાનું પરંપરાગત સાથી નથી પરંતુ હવે સંબંધ શ્રેષ્ઠ. જયશંકરે કહ્યું કે ચીનની સાથે ભારતના સંબંધ દ્વિપક્ષીય છે. જો અમેરિકા સાથે સંબંધોના સંદર્ભમાં તેને જોઇશું તો અંદાજો ખોટો હોઇ શકે છે.

Related posts

આસામ-મિઝોરમ સરહદ વિવાદ વધુ વકર્યો : બંન્ને સરકારો આમને-સામને

Charotar Sandesh

હૃતિક રોશન ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

Charotar Sandesh

લોકડાઉન ઈફેક્ટ, રેલવેના ૧૩ લાખ કર્મચારીઓના પગારમાં કાપ મુકાશે…

Charotar Sandesh