Charotar Sandesh
ઈન્ડિયા

ચૂંટણીવાળા રાજ્યો માટે મોદી સરકારે પટારો ખોલ્યો : ૨.૨૭ લાખ કરોડ ફાળવ્યા…

અસમ,તમિલનાડુ,પશ્ચિમ બંગાળમાં ઇન્ફ્રસ્ટ્રાક્ચર માટે કરોડોની જાહેરાત…

ન્યુ દિલ્હી : ચૂંટણીવાળા રાજ્યોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ ૨.૨૭ લાખ કરોડની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં ખાસ વાત એ છે કે બંગાળ કરતાં વધારે ધ્યાન તમિલનાડુનુ રાખામાં આવ્યું છે. આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ માટે મોટા માર્ગ પ્રોજેક્ટ્‌સની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ૯૫,૦૦૦ કરોડના ખર્ચે ૬૭૫ કિલોમીટર લાંબો હાઇવે બનાવવામાં આવશે, જે કોલકાતાને સિલિગુરીથી જોડશે.
નાણાં પ્રધાને બજેટ ભાષણમાં માર્ગ, પરિવહન અને હાઇવે ક્ષેત્ર માટે રૂ. ૧.૧૮ લાખ કરોડનું બજેટ પ્રસ્તાવ રાખ્યો છે. આ અંતર્ગત કેરળમાં ૬૫૦૦૦ કરોડના ખર્ચે ૧૧૦૦ કિલોમીટર લાંબો હાઇવે બનાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે આસામમાં ૧૯ હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ વર્ષમાં ૧૩૦૦ કિ.મી. લાંબા રસ્તા બનશે. નાણામંત્રીએ આગામી ત્રણ વર્ષમાં આસામમાં હાઇવે અને આર્થિક કોરિડોરની જાહેરાત કરી છે.
નાણાં પ્રધાને કહ્યું કે, રાજમાર્ગનું નિર્માણ દક્ષિણ રાજ્ય તામિલનાડુમાં ૩૫૦૦ કિલોમીટરની લંબાઈમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે તામિલનાડુમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અને આર્થિક કોરિડોરની કિંમત ૧.૦૩ લાખ કરોડ રૂપિયા હશે. આ અંતર્ગત હાઇવેનું નિર્માણ કરવામાં આવશે. સીતારમને મુંબઈ-કન્યાકુમારી આર્થિક કોરિડોરની પણ જાહેરાત કરી છે.
નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણમાં બે શહેરોમાં મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હાલના મેટ્રો ટ્રેન કરતાં નવા પ્રોજેક્ટમાં ઓછો ખર્ચ થશે. નાણાં પ્રધાને ચેન્નઈ, નાગપુર સહિત ઘણા શહેરોમાં મેટ્રો નેટવર્કને વિસ્તૃત કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે આવતા નાણાકીય વર્ષમાં રેલવે માટે ૧.૧ લાખ કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવ મૂક્યો છે.

Related posts

કોરોના સંક્ટ : ૨૪ કલાકમાં નવા ૩૭,૧૪૮ કેસ નોંધાયા, ૫૮૭ના મોત…

Charotar Sandesh

ગુજરાત સહિતની પેટા ચૂંટણીનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરાશે : ચૂંટણી પંચ

Charotar Sandesh

એક દેશ એક ચૂંટણીની વાતો કરનાર પ્રધાનમંત્રી એક દેશ એક વ્યવહાર લાગુ કરો : પ્રિયંકા

Charotar Sandesh