Charotar Sandesh
ગુજરાત

ચૂંટણી જાહેર થતા પોતાના સસ્પેન્ડ કાર્યકરોઓને કોંગ્રેસના બતાવી ફરી ભાજપમાં કરાયા શામેલ…

મહીસાગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાજ હાડ થીજવતી ઠંડીમાં પણ ગુજરાત રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી અન્ય પાર્ટીના કાર્યકર્તા કે નેતાને પોતાની પાર્ટીમાં સામેલ કરવા મરણીયા પ્રયાસ કરી રહી છે. ત્યારે મહીસાગર જીલ્લામાં પણ કોંગ્રેસના ૧૫૦૦ જેટલા મોટી સંખ્યામાં કાર્યકર્ત ભાજપમાં જોડાયાના અહેવાલ સામે આવ્યા હતા. પરંતુ આ હકીકતની ખરી કરતા આ માત્ર અફવા સાબિત થઈ છે. ભાજપ દ્વારા ખોટી વાહવાહી મેળવવા અને અન્ય પાર્ટીનું મનોબળ તોડવાના હેતુ થી સંતરામપુર ધારાસભ્યથી માંડીને તમામ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાની જાહેરાત કરી હોવાનુ સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર દાહોદ સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પાર્ટી પ્રમુખ ઉપરાંત પૂર્વ ધારાસભ્યો અને પ્રમુખો વિગેરેની ઉપસ્થિતી માં યોજાયેલા કાર્યક્રમ યોજાયો હતો.

પરંતુ તેમાં આટલી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર છે જ નહી. સભાના ફોટા બહાર આવ્યા તેમાં હકીકત કંઈક અલગ જોવા મળે છે. વધુ માં ભાજપના જ સસ્પેન્ડ થયેલ કાર્યકરોને ફરીથી ભાજપમાં લઈ કોંગ્રેસના બતાવવામાં આવ્યા છે. એક વર્ષ પહેલાં કડાણા ભાજપમાં બળવાખોરી કરતા ૩૦ જેટલા કાર્યકરો સસ્પેન્ડ કરાયા હતા. જેમાં ૩ તાલુકા પંચાયત સભ્યોની સાથે તાલુકા પ્રમુખ – ઉપપ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડ થયેલા આ તમામ સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈના સમર્થકો હતા. આ બાબતે ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધ મત આપવા માટે કુબેરભાઈ કહી રહ્યા હતા જેનું રેકોર્ડિંગ વાઇરલ થયું હતું.

Related posts

૨૪ કલાકમાં રાજ્યના ૧૭૦ તાલુકામાં મેઘાની મહેર, બગસરામાં ૪ ઈંચ વરસાદ…

Charotar Sandesh

રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો અંગે નિર્ણય : ૮ મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ આ તારીખ સુધી લંબાવાયો

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ…

Charotar Sandesh