Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચેકપોસ્ટ ઉપર સામાન્ય નાગરિક બની ઓચિંતુ નિરીક્ષણ કરતા આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહીલ

સામાન્ય નાગરિકની જેમ મોઢે માસ્ક અને હાથમાં લાકડી લઈ ચેક પોસ્ટ પોસ્ટ પાર કરવાના એક નાગરિકના પ્રયાસને પોલીસે રોક્યા…

પોલીસ આશ્ચર્યમાં આવી આ તો કલેકટર સાહેબ છે… કલેકટરશ્રીએ ફરજ નિષ્ઠ પોલીસકર્મીની સરાહના પણ કરી… ફિલ્મી દ્રશ્ય સર્જાયું…

આણંદ : આણંદ જિલ્લામાં હાલ ઉમરેઠ અને ખંભાત નગર માં સખત લોક ડાઉન હેઠળ નગરવાસીઓ છે અને રેડ ઝોન વિસ્તાર તરીકે જિલ્લાને જાહેર કર્યો છે.  જિલ્લામાં મોટા ભાગના કોરોના વાઇરસના કેસો ખંભાત નગર માંથી આવી રહ્યા છે. ત્યારે ઉમરેઠ અને ખંભાત નગરમાં અવર જવર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ માટે તકેદારીના ભાગરૂપે ખાસ ચેક પોસ્ટો ઉભી કરવામાં આવી છે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જેના કારણે રેડ ઝોન વિસ્તાર માં પ્રવેશ ઉપર નિયંત્રણ આવ્યું છે.

જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહીલ દ્વારા આ ચેક પોસ્ટ અને કામગીરીનું  નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે પણ એક સામાન્ય નાગરિકની જેમ કલેકટરશ્રીએ મોઢા ઉપર માસ્ક પહેરીને હાથમાં એક લાકડી લઈને સાંજના સુમારે ચાલતા વડતાલ તરફની એક-એક ચેક પોસ્ટ ઉપર પહોંચ્યા હતા.

સામાન્ય રીતે આ રીતે કલેકટર સાહેબ આવે એવું ફરજ ઉપરના પોલીસ કર્મીઓ ઓળખી ન શકે એટલે તેઓને આગળ વધતા રોક્યા હતા.

કલેકટરશ્રીએ પણ થોડા સવાલો કર્યા સામે પોલીસે પણ નિયમો બતાવ્યા એમ ચર્ચા ચાલતી હતી ત્યારે કોઈ પોલીસ કર્મીએ તેઓના હાવ ભાવ બોલચાલ ઉપરથી નક્કી કર્યું કે આ તો કલેકટર સાહેબ જ છે. તેવી ઓળખાણ જાહેર થતાંજ પોલીસ દ્વારા  શિસ્તતા સાથે તેમની કામગીરીની સંપૂર્ણ વિગતો અપાઈ હતી.

કલેકટરશ્રીએ પણ તમામ પોલીસ કર્મીઓનાં ફરજ નિષ્ઠતાને બિરદાવી અને ચેક પોસ્ટ ઉપરની પોલીસની સક્રિયતાને બિરદાવી હતી સાથે સાથે કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું કરવા લગાવેલા પ્રતિબંધને જિલ્લાનાં તમામ નાગરિકોના હીત કેટલા જરૂરી છે તેની સમજણ પણ આપી હતી એટલે કાળજી પૂર્વક કામ કરવા અનુરોધ કર્યો હતો. સાથો સાથ પોતાની ચેક પોસ્ટ ઉપર કલેકટર શ્રી આવ્યા એની કેટલીક તસવીરો પણ લીધી,

કલેકટર શ્રી આર.જી. ગોહીલ ત્યાંથી આગળ વધી ને નગર વિસ્તારમાં પણ એક સામાન્ય નાગરિકની જેમ ચાલતા  ચાલતા પહોચ્યા હતા. બજાર વિસ્તારમાં પણ ફર્યા હતા ત્યારે આમતો કોઈ ઓળખી ન શકે પરંતુ કેટલાક નાગરિકોને એવું લાગ્યું કે એ આપણા કલેકટર સાહેબ હતા. અને કેટલાકે તેની ખરાઈ પણ કરી હતી. સામાન્ય માનવી ની જેમ આ મુલાકાતે જિલ્લા કલેકટરશ્રીને પોલીસ ચેક પોસ્ટ ઉપર અને કામગીરી ઉપર વિશ્વાસ મજબૂત કર્યો હતો.

Related posts

આણંદ : નકલી દસ્તાવેજ બનાવી અમૂલ સાથે છેતરપીંડીનો પ્રયાસ હાથ ધરાતા નોંધાઈ પોલીસ ફરિયાદ

Charotar Sandesh

આણંદના પ્રસિદ્ધ પીપળાવ આશાપુરી માતાના મંદિરે NRI ભક્ત દ્વારા ર૭ લાખનો સોનાનો મુગટ અર્પણ કરાયો

Charotar Sandesh

ત્રીજી લહેરના અગમચેતીના ભાગરૂપે બાળકો માટે પુસ્‍તિકાનું વિમોચન કરતાં જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh