દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સૌપ્રથમ વખત ૧૦ લાખને પાર…
કોરોનાનો આંકડો ૫૧ લાખને પાર, ૮૩૧૯૮ લોકોના અત્યાર સુધી મોત નિપજ્યા, રિક્વરી રેટ ૭૮.૬૪ ટકાએ પહોંચ્યો…
ન્યુ દિલ્હી : ભારત સહિત આખી દુનિયામાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે. પરંતુ ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે અને સતત વ્યાપ વધી ગયો છે. ભારતમાં દરરોજ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ના કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૧૧૮૨૫૩ થઇ ગઇ છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૯૭૮૯૪ થઇ ગયા છે. એક દિવસમાં સામે આવેલા કેસનો આ સૌથી મોટો આંકડો છે.
આ સમયગાળ દરમ્યાન દેશમાં ૧૧૩૨ કોરોના સંક્રમિતોના મોત પણ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૨,૭૧૯ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૦,૨૫,૦૭૯ દર્દીઓ સાજા થયા છે. ૮૩,૧૯૮ લોકોનાં મોત નીપજ્યાં છે. રિકવરી રેટની વાત કરીએ તો તેમાં થોડો વધારો થયા બાદ ૭૮.૬૪ ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ ૮.૬૧ ટકા છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ ૧૧,૩૬,૬૧૩ કોરોનાના ટેસ્ટ થયા. અત્યાર સુધીમાં કુલ ૬,૦૫,૬૫,૭૨૮ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂકયા છે. દેશમાં પહેલીવાર કોરોનાના એક્ટિવ કેસ ૧૦ લાખને પાર થઇ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૦,૦૯,૯૭૬ છે.
એક્ટિવ દર્દીઓની ટકાવારી ૧૯.૭૩ છે. મૃત્યુ દર ૧.૬૨ ટકા છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૧૮,૭૨૯ લોકોનાં મોત નીપજ્યાં છે. ૨ સપ્ટેમ્બર બાદથી દરરોજ ૧૦૦૦થી વધુ મૃત્યુ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશના લગભગ તમામ રાજ્યોમાંથી કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. એવા ઘણા રાજ્યો છે જે આ રોગચાળાથી મુક્ત થયા હતા પરંતુ રાજ્યમાં પ્રવાસીઓ દાખલ થતા તેઓ ફરીથી આ સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે.
દેશમાં ૫ રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રનો નંબર પ્રથમ છે. અહીં ૨૪ કલાકમાં ૨૩ હજારથી વધુ નવા કેસ નોંધાયા. રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧૧,૨૧,૨૨૧ થઈ ગયો છે. આંધ્ર પ્રદેશમાં પણ ૮૮૩૫ નવા કેસ નોંધાયા છે. કુલ કેસ ૫,૯૨,૭૬૦ થયા છે. તામિલનાડુ, કર્ણાટક અને ત્યારબાદ યુપીનો નંબર આવે છે. જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ ૬.૦૨ કરોડ કોવિડ પરીક્ષણ થઈ ચૂક્યા છે. તેમા બીજી સપ્ટેમ્બરના રોજ કુલ ૧૧.૭૨ લાખ સેમ્પલનું પરીક્ષણ થયુ હતુ, જે અત્યાર સુધીનું એક જ દિવસમાં સૌથી વધુ થયેલું પરીક્ષણ છે.