સોપોરમાં આરામપોરામાં કરાયેલા હુમલામાં બે નાગરિકોના પણ મોત થયા…
સોપોર : જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આરામપોરામાં આતંકવાદીઓ અને પોલીસ તેમજ સીઆરપીએફની સંયુક્ત ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મીઓ અને બે નાગરિકોના મોત થયા છે. આ ઓપરેશનમાં બે પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાનો હાથ છે. બે જવાન શહીદ થયા છે અને બે નાગરિકોના મોત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક જાવનને ઈજા થતા તેને બાદમાં આર્મીની ૯૨ બેઝ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને સીઆરપીએફની ટીમને નિશાન બનાવી છે. સોપોરમાં આતંકીઓએ ટીમ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો છે. હુમલામાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયા અને બે નાગરિકોનાં મૃત્યુ થયાં. વિસ્તારને હાલ ઘેરીને સર્ચ-ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.