બર્લિન : દેશ અને દુનિયામાં કોરોના મહામારીને સમાપ્ત કરવા માટે હવે વેક્સિનેશન અભિયાનને ઝડપી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં પુખ્ત વયના લોકોને જ કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી હતી, પરંતુ હવે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં બાળકોને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી રહી છે. આ દરમિયાન જારમાંનીથી સારા સમાચાર આવ્યા છે. ખરેખર, અહીં હવે બાળકોને પણ આગામી મહીનેથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલે જાણકારી આપી હતી કે સેટ જૂનથી કોરોનાની વેક્સિન ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને પણ આપવામાં આવશે. આ તરફ યુરોપિયન મેડિકલ એજન્સીએ પહેલા જ ૧૬ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ-૧૯ ની વેક્સિન આપવાની મંજૂરી આપી છે.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન એંજેલા મર્કેલે કહ્યું કે ૧૨ વર્ષથી વધુ વયના બાળકોને ૭ જૂનથી વેક્સિન માટે એપોઈંટમેન્ટ મેળવી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો પોતાના બાળકોને કોરોનાની વેક્સિન અપાવવા માંગતા હોય, તો તેઓ ઓગસ્ટ પહેલાં એટલે કે સ્કૂલની નવી સીઝનથી પહેલા વેક્સિનના બંને ડોઝ મળી શકશે. મર્કેલે કહ્યું, ’માતા-પિતા માટે આ મેસેજ છે કે કોઈપણ બાળક માટે વેક્સિન ફરજિયાત રહેશે નહીં. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને શાળાઓમાં વેક્સિન લેવાની જરૂર રહેશે નહીં. સાથે જ તે વિચારવું સંપૂર્ણપણે ખોટું હશે કે તમે ફક્ત વેક્સિન આપવામાં આવી છે તેવા બાળક સાથે વેકેશન પર જઈ શકશો.