ન્યુ દિલ્હી : સુપરસ્ટાર રજનીકાંતે આજે તેમની પોલીટીકલ પાર્ટી ૩૧ ડિસેમ્બરે લોન્ચ થશે તેવી જાહેરાત કરી દીધી છે. આ વર્ષના અંતમાં રજનીકાંતની પોલીટીકલ પાર્ટી લોન્ચ થઇ જશે. રજનીકાંતે આ ડિસીઝન તેમના સિનીયર ઑફિસર્સ સાથે ચર્ચા કર્યા બાદ લીધુ હતુ. થોડા સમય પહેલા જ્યારે રજનીકાંતે રજની મક્કલ મન્ડરમના ઑફીસર્સ સાથે ચર્ચા કરી હતી અને ત્યારે તેમણે કહ્યું હતું કે જલ્દી જ પોલીટીકલ પાર્ટીને લઇને તે કોઇ નિર્ણય લેશે.
આજે તેમણે નિર્ણય લઇ લીધો છે અને ૩૧ ડિસેમ્બરે પાર્ટી લોન્ચ કરવાનો નિર્ણય કરી દીધો છે. રજનીકાંતે સોમવારે પોતાના ફોરમના ઑફિસર્સ સાથે પોતે રાજનૈતિક પાર્ટી બને તો કેવું રહેશે તે વાત પર ચર્ચા કરવા માટે મિટીંગ કરી હતી. તેમની આ બેઠક ચેન્નઇમાં રાઘવેન્દ્ર મંડપમમાં રજની મક્કલ મંડરમના જિલ્લા સચિવો સાથે થઇ હતી. રજની મક્કલ મંડરમના પ્રતિનીધિઓ સાથે રજનીકાંતે જ્યારે ૨૦૨૧માં રાજ્યની ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો ત્યારે સુપરસ્ટારે તે લોકોને ધીરજ ધરવા કહ્યું હતું અને આ મુદ્દે કોઇ નિર્ણય લઇ જ લેવો જોઇએ તેવું કહ્યું હતું.
બેઠકમાં તે વાત પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે પોતાની પાર્ટી બનાવીને રાજનીતિમાં એન્ટ્રી કરે તો, સુત્રોના કહ્યાં મુજબ રજનીકાંતે કહ્યું કે જિલ્લા પ્રમુખ સંતોષકારક કામ નથી કરી રહ્યાં. જો તમે પરિશ્રમ કરશો તો જ આપણે આગળના સ્તર પર જઇ શકીશું. પાર્ટીની શરૂઆત કરવાનો નિર્ણય હું લઇશ. કેટલાક ઑફીસર્સનું કહેવું છે કે, રજનીકાંત પાસે વિજય પ્રાપ્ત કરવાની આ સુવર્ણ તક છે. તે જલ્દી જ પોતાનું પોલિટીકલ કરિયર શરૂ કરી શકે છે. આ બેઠક રજનીકાંતના એક નિવેદન બાદ થઇ હતી જેમાં તેમણે કહ્યું હતું કે, સાચો સમય આવવા પર હું રજની મક્કલ મંડરમના ઑફિસર્સ સાથે વિચાર કર્યા બાદ પોલીટીકલ પાર્ટી વિશે જાણકારી આપીશ.