૧૦ લાખ કરોડની માર્કેટ કૅપ સાથે દેશની સૌથી મોટી કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
અત્યાર સુધીમાં તેને ૧૮.૯૭ ટકાના હિસ્સા માટે ૮૭૬૫૫.૩૫ કરોડ રૂપિયાનું રોકાણ થયું
નવી દિલ્હી : રિલાયન્સ કંપનીના જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવા માટે જાણે હરીફાઈ થઇ રહી છે. રિલાયન્સ કંપની રિટેલ સેક્ટરમાં છલાંગ લગાવે તેવી શક્યતાઓ બાદથી રોકાણકારોમાં હોડ લાગી છે ત્યારે જિયોમાં સતત છઠ્ઠું મોટું રોકાણ થઇ રહ્યું છે. આબુધાબીની મુબાડલા કંપની ૯૦૯૩.૬ કરોડ રૂપિયા આપીને જિયો પ્લેટફોર્મ્સમાં ૧.૮૫ % હિસ્સો ખરીદશે. મુબડલાનાં રોકાણને જોડી દઈએ તો કંપનીમાં કુલ ૮૭૬૫૫.૩૫ કરોડ રૂપિયાનું રોકાણ બહારથી થઇ ગયું છે.
આબુધાબીની મુબાડલા કંપની ૯૦૯૩.૬ કરોડ રૂપિયા આપીને જિયો પ્લેટફોર્મ્સમાં ૧.૮૫ % હિસ્સો ખરીદશે. જિયો પ્લેટફોર્મ્સને ૬ સપ્તાહથી પણ ઓછા સમયમાં આ છઠ્ઠો રોકાણકાર મળ્યો છે. અત્યાર સુધીમાં તેને ૧૮.૯૭ ટકાના હિસ્સા માટે ૮૭૬૫૫.૩૫ કરોડ રૂપિયાનું રોકાણ મળી ચૂક્યું છે. આ પહેલા ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક ને કેકેઆર જેવા રોકાણકારોએ જિયોમાં રોકાણ કર્યું છે. મુબડલાનાં રોકાણને જોડી દઈએ તો કંપનીમાં કુલ ૮૭૬૫૫.૩૫ કરોડ રૂપિયાનું રોકાણ બહારથી થઇ ગયું છે.
રિલાયન્સ કંપની તરફથી કહેવામાં આવ્યું કે રોકાણના કારણે મુબાડલાને જિયોમાં ૧.૮૫ ટકા હિસ્સો મળશે. જિયો પ્લેટફોર્મમાં મુબાડલાના રોકાણમાં ઇક્વિટી વેલ્યુ ૪.૯૧ લાખ કરોડ રૂપિયા રહેશે જ્યારે એન્ટરપ્રાઈઝ વેલ્યુ ૫.૧૬ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. મુબાડલાના આ રોકાણ બાદ રિલાયન્સનાં મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ કહ્યું કે આબુધાબી સાથે લાંબા સમયથી સંબંધોમાં મુબડલાની અસર વર્તાઈ છે અને આશા છે કે જિયોને આ રોકાણનો મોટો ફાયદો મળશે.
જિયોમાં સતત રોકાણ કરવા માટે જાણે હરીફાઈ લાગેલી છે. રિટેલ સેકટરમાં રિલાયન્સ કંપની મોટા પ્રમાણમાં ઉતરવા જઈ રહી છે જે બાદ તેમાં રોકાણની સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે. મુબાડલાનાં મેનેજિંગ ડિરેકટરે કહ્યું કે તેમની કંપની હાઈ ગ્રોથ કંપનીઓ સાથે કામ કરવા અને રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે જિયો ભારતમાં કૉમ્યુનિકેશન અને કનેક્ટિવિટીને બદલી જ નાખ્યું છે કે એક રોકાણકાર તરીકે અમે ભારતની ડિજીટલ જર્નીનું સમર્થન કરીએ છે. મુબડલાએ પોતાના વેન્ચર વિભાગની સ્થાપના વર્ષ ૨૦૧૭માં કરી હતી. જે કંપનીમાં ભવિષ્ય સારું હોય તેમાં આ કંપની રોકાણ કરે છે, કંપનીએ અમેરિકા, યુરોપ સહીત ઘણા દેશોમાં રોકાણ કર્યું છે.