આણંદ : મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર આણંદના ઉપક્રમે આણંદ આર્ટસ કોલેજનાં આચાર્યશ્રી ડો.મનોજભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આણંદ આર્ટસ કોલેજ (એન.એસ.એસ વિભાગ) ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન તેમજ રંગોળી સ્પર્ધા બેટી બચાઓ બેટી પઢાઓ ની થીમ પર યોજવામાં આવેલ હતી.
જેમાં ૯૦ જેટલી વિદ્યાર્થીનીઓ એ ભાગ લિધો હતો અને જે વિદ્યાર્થીનીઓ પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે ઉતિર્ણ થયેલ હતી તેમને મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ તરફથી ઈનામો આપવામાં આવેલ તેમજ તમામ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ બેટી બચાઓ બેટી પઢાઓ અન્વયે રેલી કાઢવામાં આવી હતી.
પેટલાદ ખાતે પેટલાદ પ્રાંત અધિકારી સુશ્રી,મનિષાબેન બ્રમ્હભટ્ટ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પેટલાદ નાકિયાની ઉપસ્થિતિમાં ઉઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ સેમીનાર રાખવામાં આવેલ હતો જેમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડૉ.મનિષાબેન મુલતાની દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ વિષે જાણકારી આપી તેમજ તમામ તજજ્ઞો દ્વારા મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ મતદાર જાગૃતિ અંગેના તેમજ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત શપથ લેવડાવામાં આવ્યા.
મિશન મગંલમ યોજના અંતર્ગત પ્રમુખ મિશન મંગલમ જુથ, મીત સખી મંડળ, જય દશામાં મિશન મંગલમ પંડોળી આ ત્રણ સ્વ સહાય જુથને કુલ ૮ લાખ ના ચેક વિતરણ કરવામાં આવેલ, વ્હાલી દિકરી યોજના અંતર્ગત પ્રત્યેકને ૧.૧૦ લાખ લેખે કુલ ૭૯ દિકરીઓને કુલ ૮૬,૯૦,૦૦૦ ના મંજુરી પત્રો તેમજ બહેનોને મહિલા અને બાળ અધિકારીની કચેરી મારફત કિટ વિતરણ કરવામાં આવ્યુ.
બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત પેટલાદ સિવિલ હોસ્પીટલમાં ત્રણ નવજાત બાળકીઓને દિકરી વધામણા કિટ આપવામાં આવી. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ડૉ.મનિષાબેન મુલતાની, તેમજ કાનુની સેવા સત્તા મંડળ, નારી અદાલતનાં જિલ્લા કો-ઓર્ડિનેટર કોમલબેન જૈસવાલ, સખી વન સ્ટોપ સેન્ટર- ઉમ્મીદ વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ના ચેરપર્સન યાસુબેન વાઘેલા, મહિલા શક્તિ કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, સખી- વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.