જીટીયુના કુલપતિ નવીન શેઠનું નિવેદન…
અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં યુવાઓ પણ સપડાયા હતા. જેના કારણે સરકાર દ્વારા ૧ મેથી યુવાઓ એટલે કે ૧૮ વર્ષથી ૪૫ વયના લોકો માટે પણ વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે જીટીયુ પણ વેક્સિનેશન અભિયાનમાં જોડાયું હતું અને ૧૮ વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન ફરજીયાત કરવામાં આવ્યું હતું. જે લોકોએ વેક્સિન લીધી હોય તેમને જ પરીક્ષાના ફોર્મ ભરીને પરીક્ષા આપવા દેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જીટીયુમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે માટે એક સાથે આટલી મોટી સંખ્યામાં વેક્સિનેશન કરવું શક્ય નથી. જેટલી અનેક વિદ્યાર્થીઓ અને વાલી મુઝવણમાં મૂકી ગયા હતા. કારણ કે અત્યારે વેક્સિન માટે ઓનલાઈન સ્લોટ બુક કરવા પડે છે તેમ છતાં અનેક લોકોને વેક્સિન મળી રહી નથી. રાજ્યના અનેક નાના ગામડા પણ છે જ્યાં વેક્સિનેશન શરુ થયું છે પરંતુ પૂરતા પ્રમાણમાં વેક્સિન નથી.
આ અંગે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, ૧ વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીએ ફરજીયાત વેક્સિન લેવાની રહેશે. ડીસેમ્બર ૨૦૨૧ એટલે કે શિયાળા સત્રની પરીક્ષા યોજાય તેમાં વેક્સિનેશન ફરજીયાત છે. વેક્સિન લીધી હશે તે વિદ્યાર્થીઓને જ પરીક્ષા આપવા દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ વેક્સિન નહિ લીધી હોય તેમને શા માટે નથી લીધી તે અંગે જે તે કોલેજના પ્રિન્સિપાલને ખુલાસો આપવાનો રહેશે. વેક્સિનનો એક ડોઝ લીધો હશે તો પણ પરીક્ષા આપી શકાશે. અત્યારે ચાલી રહેલ કે હવે યોજાવનાર પરીક્ષા માટે વેક્સિનેશન ફરજીયાત નથી.