Charotar Sandesh
ગુજરાત

જુઓ ચૌધરી સાહેબ હાથ ના અડાડતા,… તો હું તમારી સામે ફરિયાદ કરીશ…

ભારત બંધઃ અમરેલીમાં ધાનાણીની પીઆઈને ચેતવણી…
અમરેલીમાં ધાનાણી સ્કૂટર લઈને બંધ કરાવવા નીકળ્યા તો ભાજપ નેતા સાયકલ લઈને બજાર ખોલવાની વિનંતી કરવા નીકળ્યા, જામનગરમાં નગરસેવિકાએ બળદ ગાડા પર સવાર થઈ વિરોધ કર્યો…

રાજકોટ : આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ બંધ કરાવવા માટે નીકળી છે. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધને સમર્થન આપવાની અપીલ કરવા માટે સ્કૂટર લઈને નીકળ્યા હતા. પરેશ ધાનાણીની અટકાયત થયા બાદ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાયકલ લઈને બજાર ખુલ્લી રાખવાની વિનંતી કરવા નીકળ્યાં હતાં.તો જામનગરમાં નગરસેવિકા જૈનબ ખફી બળદ ગાડું લઈને વિરોધ કરવા નીકળ્યા હતા. અમરેલીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સવારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધ કરવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા.
ત્યારે પોલીસે ધાનાણીની અટકાયત કરી હતી. જે બાદ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાયકલ પર સવાર થઈને લોકોને બંધને સમર્થન ન આપવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા. અમરેલીમાં ભારત બંધના એલાનના પગલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધને સમર્થન આપવાની અપીલ કરવા માટે સ્કૂટર પર નીકળ્યા હતા. ત્યારે પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. પરેશ ધાનાણી પોતાનુ સ્કૂટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નીકળી જતા પોલીસ પાછળ થઈ હતી અને પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરી હતી . આ સાથે જ અમરેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જામનગરમાં નગરસેવિકા જૈનબ ખફી ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે બળદ ગાડું લઈને નીકળ્યા હતા અને વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે બળદ ગાડામાંથી નગરસેવિકાને ઉતારી અટકાયત કરી જેથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. જામનગરમાં કાલાવડમાં ધારાસભ્ય પ્રવિણ મુસડીયા, જામનગરજિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જે. ટી. પટેલ સહિત કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ જામખંભાળિયામાં ધારાસભ્ય વિક્રમ માડમ સહિત આશરે ૨૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Related posts

ગુજરાતમાં માસ્કના દંડમાં રાહત આપવાની તૈયારીમાં રુપાણી સરકાર : દંડ ૫૦૦ કરવા તૈયાર…

Charotar Sandesh

હવે ખાનગી લેબમાં ડૉક્ટરની ભલામણ વગર કરાવી શકાશે કોરોના ટેસ્ટ…

Charotar Sandesh

અજાણી બિમારીથી પીડિત યુવકે પીએમને પત્ર લખી કરી ઈચ્છામૃત્યુની માંગ

Charotar Sandesh