Charotar Sandesh
બોલિવૂડ

જેક્લીન ફર્નાન્ડીઝે જરૂરિયાતમંદોને ખવડાવ્યું ખાવાનું, શરૂ કર્યું ફાઉન્ડેશન…

મુંબઇ : કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહેલા જોવા મળે છે. કોરોનાની બીજી લહેર આખા દેશને હલાવીને મૂકી દીધો છે. હાલમાં ઘણી સંસ્થાઓ અને બોલિવુડ સિલેબ્સ મળીને લોકોની મદદ કરી રહ્યા છે. તેવામાં બોલિવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝે દેશની સ્થિતિને જોઈને લોકોની મદદ કરવા માટે સામે આવી છે. એક્ટ્રેસે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે એક ફાઉન્ડેશન યોલો(યુ ઓન્લી લિવ વન્સ) લોન્ચ કર્યું છે. તેની જાણકારી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર જણાવી છે.
જેક્લીન ફર્નાન્ડી એક નહીં પરંતુ ઘણા એનજીઓ સાથે મળીને લોકોની મદદ કરી રહી છે. જણાવી દઈએ કે રોટી બેંક એનજીઓ સાથે મળીને તેણે એક લાખ લોકોના ખાવાની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં એક્ટ્રેસે ફેનલાઈનફાઉન્ડેશનની સાથે મળીને તેમણે જાનવરો માટે પણ ખાવા અને તેમના સ્વસ્થ રહેવાની પણ વ્યવસ્થા કરી હતી. તેની સાથે જ જેક્લીને ફ્રન્ટ લાઈન વર્કર્સ માટે પણ માસ્ક અને સેનેટાઈઝર વહેંચ્યા હતા.
તેની સાથે જ જેક્લીન ફર્નાન્ડીઝે કહ્યું છે કે, આપણને એક લાઈફ જીવવા માટે મળી છે, તો લોકોની બને તેટલી મદદ કરીને ઘણું બધુ બદલી શકીએ છીએ. તેણે આગળ કહ્યું છે કે મને યેલો ફાઉન્ડેશનની જાહેરાત કરીને ઘણો ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. આ કઠિન સમયમાં યેલો ઘણા લોકોની મદદ કરી રહ્યું છે. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ કે અમે જરૂરિયાતમંદ લોકોની દરેક રીતે મદદ કરી શકીએ જેનાથી એક નહીં પરંતુ ઘણી જિંદગીઓ બદલાઈ જશે. જેક્લીન ફર્નાન્ડીઝ સિવાય સોનૂ સુદ, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને સલમાન ખાન જેવા ઘણા સિલબે્‌સ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે.

Related posts

કાન્સ ફિલ્મોત્સવમાં હાજરી પૂર્વે કંગનાએ પાંચ કિલો વજન ઘટાડ્યું

Charotar Sandesh

ડ્રગ કેસમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સહિત મોટા નામ સામે આવતા થઇ શકે છે પૂછપરછ

Charotar Sandesh

ધૂમ-૪માં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં નજરે પડે તેવી શક્યતા…

Charotar Sandesh