રાજ્યસભામાં જઇ કેન્દ્રીય પ્રધાન મંડળમાં જોડાય તેવી શકયતા…
કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેમણે ગઇકાલે કોંગ્રેસ પક્ષને રામ-રામ કર્યા હતા, તેઓ આજે બપોરે ભાજપના વડા મથકે ગયા હતા, જ્યાં તેમણે ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાના હસ્તે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યુ હતું. તેઓને રાજ્યસભાના સભ્ય બનાવી તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાય તેવી શકયતા છે.