Charotar Sandesh
બોલિવૂડ

ટિ્‌વટર પર કંગના-તાપસી પન્નુ આમને-સામને…

મુંબઇ : અભિનેત્રી કંગના રનૌત અને તાપ્સી પન્નુ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાથી ટક્કર લેતી હોય છે. બંને અભિનેત્રીઓ ઘણીવાર કોઈક મુદ્દે એક બીજાની વચ્ચે બોલાચાલી થતી હોય છે અને ત્યારબાદ એકબીજા પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે. તાજેતરમાં, તાપસીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કર્લી હેયર્સ દ્વારા ઘણા ફોટા શેર કર્યા છે. તેના ફોટા જોયા પછી એક પ્રશંસકે દાવો કર્યો હતો કે તાપેસીએ કંગનાના ફોટોશૂટની નકલ કરી છે. તાપ્સીની આ તસવીરો વાયરલ થતાંની સાથે જ કંગનાએ મજાક પણ ઉડાવી હતી.
ખરેખર, તાપ્સીના કર્લી વાળમાં જુદા જુદા પોઝની તસવીર જોતા, એક યૂઝર્સે નિશાન સાધતા લખ્યુંસ અને આ તાપસીએ કંગનાએ ૧૦૦૦મી વાર કોપી કરી લીધી છે. તેની સાથે જ ટિ્‌વટની સાથે બે તસવીરો શેર કરી છે. બન્ને તસવીરોમાં બન્ને અભિનેત્રીઓનો એક જેવો લુક જોવા મળી રહ્યો છે.
આ ટિ્‌વટ પર કંગનાની નજર પડી તો તે પણ મજાક ઉડાવવામાં પાછી પડી નથી. ‘ધાકડ ગર્લ’એ લખ્યું હતું કે, હું પ્રભાવિત થઈ ગઈ છું. આ મારા મોટા ચાહકો છે જેમણે આખું જીવન ફક્ત મારી નકલ કરવા માટે વિતાવ્યું. કોઈપણ રીતે, મેં પોપ સંસ્કૃતિને જે રીતે આગળ વધાર્યું છે તે ભાગ્યે જ કોઈએ તેને વધાર્યું છે. મિસ્ટર બચ્ચન પછી મારી સૌથી વધુ નકલ કરવામાં આવી છે.
કંગનાનું તાપ્સી વિશેનું ટ્‌વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહ્યું છે. ચાહકો પણ તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

Related posts

સુનલ ગ્રોવર લાવી રહ્યો છે પોતાનો કોમેડી શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’

Charotar Sandesh

‘ફિલહાલ’એ ધૂમ મચાવી, સૌથી ઝડપી ૨૦૦ મિલિયન વ્યૂ ક્રોસ કર્યા…

Charotar Sandesh

‘સેક્રેડ ગેમ્સ ૨’ની એક્ટ્રેસ સુરવીન હવેથી સિરિયલમાં કામ નહીં કરે…

Charotar Sandesh