મુંબઇ : સોશિયલ મીડિયા પર કેટલાક એવા વિષયો કે ખબર ટ્રેન્ડ થતાં હોય છે જેનું હકીકત સાથે કોઈ લેવા દેવા નથી હોતું. થોડા દિવસો પહેલા ભારતીય કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિની ખબર ફેલાઈ હતી અને ટિ્વટર પર ટ્રેન્ડ થઈ હતી. હવે આવો જ કઈંક ચોંકાવનારો ટ્રેડિંગ ટોપિક કોહલી અને અનુષ્કા શર્માને લઈ ટિ્વટર જોવા મળ્યો. સાંજથી જ ટિ્વટર પર વિરાટ અને અનુશ્કાના છૂટાછેડા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
#VirushkaDivorce નામથી ચાલી રહેલા ટ્રેન્ડે યૂઝર્સને આંચકો આપ્યો હતો. જોકે થોડી જ વારમાં આ માત્ર અફવા હોવાનું સમજાઈ ગયું હતું. રિપોટ્ર્સ પ્રમાણે વિરાટ અને અનુષ્કા અલગ થયાની જૂની ખબર શેર થવા લાગી હતી. આ ખબર ૨૦૧૬ની હતી અને તે સમયે કોહલી-અનુષ્કાના લગ્ન નહોતા થયા. જોકે બંને થોડા સમય માટે અલગ થયા હતા. તાજેતરમાં અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરિઝ પાતાલ લોકને પણ વિવાદ થયો હતો અને ઉત્તરપ્રદેશના બીજેપી ધારાસભ્યએ વિરાટે અનુષ્કાને છૂટાછેડા આપી દેવા જોઈએ તેમ કહ્યું હતું. ટિ્વટર યૂઝર્સે ટ્રેન્ડને થોડા જ સમયમાં મજાકમાં બદલી દીધો અને અલગ અલગ પ્રકારના મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યા.