Charotar Sandesh
ઈન્ડિયા

ટીઆરપીના ખેલમા ‘રિપબ્લિક ટીવી’ નહીં પણ ‘ઈન્ડિયા ટુડે’ ચેનલનું નામ…

એફઆઈઆરમાં સનસનાટીપૂર્ણ ખુલાસો

સુશાંત કેસમાં રિપોર્ટિંગને લઈને આજ તક ટીવી ચેનલને ૧ લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો

ન્યુ દિલ્હી : ટીવી ચેનલો દ્વારા ટીઆરપીને થયેલા ખુલાસામાં એક પછી એક સનસનાટી ખુલાસા થઈ રહ્યાં છે. હવે આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી ટીઆરપી કેસમાં રિપબ્લિક ટીવીનું નામ સામે આવી રહ્યું હતું પરંતુ હવે સામે આવેલી વીગતો પ્રમાણે આ કેસમાં રિપબ્લિક નહીં પણ આજ તક એટલે કે ઈન્ડિયા ટુડેનું નામ શામે આવ્યું છે. મુંબઈમાં ટીઆરપીની જવાબદારી સંભાળતી કંપની હંસા રિસર્ચ ગ્રુપ પ્રાઈવેટ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર નીતિન દેવકરે એફઆઈઆર દાખલ કરાવી છે. આ એફઆઈઆરની જે કોપી સામે આવી છે જેમાં ‘રિપબ્લિક’ નહીં પણ ‘ઈન્ડિયા ટુડે’નું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ એફઆઈઆરની કોપી સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી છે. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર મિલિંદ ભરાંબેએ જણાવ્યું હતું કે, હંસા દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાં ઈન્ડિયા ટુડેનું નામ જરૂર હતું, પરંતુ ધરપકડ કરાયેલા એક આરોપીએ પૂછપરછમાં રિપબ્લિક ટીવી અને ૨ મરાઠી ચેનલોનું નામ જણાવ્યું હતું. અત્યાર સુધીની જે તપાસ કરવામાં આવી છે એના આધારે આ ત્રણેય ચેનલો વિરુદ્ધ પુરાવા મળ્યા છે તો તપાસ પણ એ જ દિશામાં આગળ વધશે. જાહેર છે કે, ગઈ કાલે ગુરુવારે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે પ્રેસ-કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે, રિપબ્લિક ટીવી અને ૨ મરાઠી ચેનલે ખોટી ટીઆરપી લેવાની રમતમાં સામેલ હતાં.
તે પૈસા આપીને ટીઆરપી ખરીદી રહ્યા હતા. આ કેસમાં મુંબઈ પોલીસે ૨ મરાઠી ચેનલોના માલિક સહિત ૪ લોકોની ધરપકડ કરી હતી. જોકે આ કેસમાં હવે રિપલ્બિક નહીં પણ ખરેખર તો ઈન્ડિયા ટુડેનું નામ સામે આવ્યું હોવાનું જણાય છે. જેથી આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત કેસમાં રિપોર્ટિંગને લઈને આજ તક ટીવી ચેનલને ૧ લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Related posts

કૃષિ કાયદા ખેડૂતોને બરબાદ કરવા અને મોદીજીના મિત્રોને સોંપી દેવા બનાવાયા : રાહુલ

Charotar Sandesh

દીદીના ગઢમાં શાહનો હૂંકાર : પં.બંગાળમાંથી ટીએમસીને ઉખાડી ફેંકીશું…

Charotar Sandesh

તમામ દેશોએ આતંકવાદ ખતમ કરવા વિશે ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે : નરેન્દ્ર મોદી

Charotar Sandesh