Charotar Sandesh
ઈન્ડિયા

ટીટીની જગ્યાએ હવે રેલવે પોલીસ કરશે ટિકિટ ચેકિંગ, મોબાઈલ પર આવશે રિઝર્વેશનની ડિટેલ..!

ભારતીય રેલ્વે મોટા પાયે ફેરફાર કરવાની તૈયારીમાં…

ન્યુ દિલ્હી : ભારતીય રેલવે પોતાને આધુનિક બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમાં અનેક ફેરફાર તમને જોવા મળશે. આવામાં જો ટ્રેનની અંદર ટીટીની જગ્યાએ કોઈ રેલવે પોલીસનો જવાન તમારી ટિકિટ ચેક કરે તો ચોંકવાની જરૂર નથી. બહુ જલદી ભારતીય રેલવે આવા અનેક ફેરફાર કરી શકે છે.

આ અંગે એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે રેલવે પોતાના કર્મચારીઓને મલ્ટી ટાસ્કિંગ બનાવવાની યોજના ઘડે છે. અનેક સૂચનો આવ્યાં છે. જેમાં કહેવાયું છે કે ટ્રેનની અંદર રેલવે સુરક્ષા દળકર્મી કે ટ્રેનના ટેક્નિશિયન ટિકિટ ચેક કરવાનું પણ કામ કરી શકે છે. આ પ્રકારે વિભિન્ન ઝોનમાંથી સૂચનો મળ્યાં છે કે સ્ટેશન માસ્ટર પોતાના હાલના કામ ઉપરાંત સિગ્નલ મેન્ટેઈનરનું કામ પણ સંભાળી લે.

ગત વર્ષે કેન્દ્રીય કેબિનેટમાથી પુર્નગઠનની મંજૂરી મળ્યા બાદ રેલવે પહેલા જ પોતાની આઠ સેવાઓને એક કેન્દ્રીય સેવા ’ભારતીય રેલવે પ્રબંધન સેવા’માં એકિકૃત કરવાના પદ્ધતિઓ પર કામ કરે છે. એક પ્રસ્તાવ એ પણ છે કે રેલવેમાં પણ એરપોર્ટ જેવી સિસ્ટમ લાગુ કરવામાં આવે. જે મુજબ રેલવે રિઝર્વેશનને પેપરલેસ કરવાનો પ્રસ્તાવ છે. મુસાફરોને ટિકિટ મોબાઈલ કે ઈમેઈલ પર મોકલવામાં આવે. મુસાફરો પોતાની ટિકિટને પોતાના ઘરેથી પણ પ્રિન્ટ કરાવી શકે. એટલે કે રેલવે કાગળની રિઝર્વેશન ટિકિટ આપશે નહીં. પ્રસ્તાવોમાં એકાઉન્ટ્‌સ, કોમર્શિયલ, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, એન્જિનિયરિંગ, મેડિકલ, પર્સનલ, ઓપરેટિંગ, સ્ટોર, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગોનો પ્રમુખ પદો અને અન્ય પદોના વિલય પણ સામેલ છે.

Related posts

૫ કરોડ આપો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તૈયાર છું : યુવકને જેલ ભેગો કરી દેવાયો…

Charotar Sandesh

કોરોના મહામાર : દેશમાં મૃત્યુઆંક ૧ લાખને પાર પહોંચશે : આજે વધુ ૧૦૯૫ના મોત…

Charotar Sandesh

ભારે વરસાદના કારણે મુંબઈ લોકલ પર વૃક્ષ પડ્યું, રેલ સેવા પ્રભાવિત…

Charotar Sandesh