ન્યુ દિલ્હી : રતના યજમાનપદે થનારા ટી-૨૦ વર્લ્ડ કપ યુએઈમાં રમાશે તે લગભગ નિશ્ચિત છે. આઈપીએલ આ વર્ષે ૧૯ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર વચ્ચે ખેલાશે. જેના એક દિવસ પછી એટલે કે ૧૭ ઓક્ટોબરથી ટી-૨૦ વર્લ્ડ કપ રમાય શકે છે. ૧૬ ટીમ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટનો ખિતાબી મુકાબલો ૧૪ નવેમ્બરે યોજાય શકે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વર્લ્ડ કપને યુએઈમાં શિફ્ટ કરવા માટે પહેલાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને લખી ચુક્યા છે.
પ્લાન મુજબ ટી-૨૦ વર્લ્ડ કપનો પહેલો રાઉન્ડ ૮ ટીમ વચ્ચે બે ગ્રુપમાં રમાય શકે છે. જેમાં ૧૨ મેચ રમાશે. તેમાંથી ૪ ટીમ (બંને ગ્રુપની ટોપ-૨ ટીમ) સુપર-૧૨ માટે ક્વોલિફાઈ કરશે. આ ૮ ટીમમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પપુઆ ન્યૂગિની છે. આ બંને ગ્રુપની મેચ ેંછઈ અને ઓમાનમાં રમાય શકે છે.
સુપર-૧૨ રાઉન્ડ ૨૪ ઓક્ટબોરથી શરૂ થઈ શકે છે. આ રાઉન્ડમાં ૨ ગ્રુપમાં ૧૨ ટીમ હશે, જે કુલ ૩૦ મેચ રમશે. આ તમામ મેચ ત્રણ વેન્યૂ દુબઈ, અબુધાબી અને શારજહાંમાં રમાય શકે છે. ૧૨ ટીમમાં ૪ પહેલાં રાઉન્ડની ક્વોલિફાયર અને બાકી આઈસીસી વર્લ્ડ રેકિંગની ટોપ-૮ ટીમ હશે. જે બાદ ત્રણ પ્લેઓફ મેચ રમાશે, જેમાં બે સેમીફાઈનલ અને એક ફાઈનલ હશે.
BCCI ભારતમાં કોરોના મહામારી વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપ રમાડી શકે છે કે નહીં, તે અંગેનો નિર્ણય કરવા માટે ICCએ ભારતીય બોર્ડને જૂન સુધીનો સમય આપ્યો છે. કોરોનાને કારણે ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના યજમાનપદ હેઠળ રમાનારી ટી-૨૦ વર્લ્ડ કપ ટાળી દેવાઈ હતી. જે હવે ૨૦૨૨માં રમાશે.
કોરોનાને કારણે ભારતમાં શરૂ થયેલી આઈપીએલને ૪ મેનાં રોજ અધવચ્ચેથી જ સસ્પેન્ડ કરી દેવાઈ હતી. જેમાં હજુ પણ ૩૧ મેચ બાકી છે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબરની વિંડોમાં યુએઈમાં જ રમાય શકે છે. આ આઈસીસી ટૂર્નામેન્ટ માટે ભારતીય બોર્ડે ટી-૨૦ વર્લ્ડ કપ કરાવવા માટે ભારતમાં ૯ વેન્યૂને સિલેક્ટ કરાયું હતું, જેનું નિરીક્ષણ આઈસીસીએ કરવાનું હતું, પરંતુ તેને એપ્રિલમાં પોતાની ભારત મુલાકાત રદ કરી દીધી હતી.
એપ્રિલ અને મેમાં ભારતમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી. હવે શક્યતા છે કે આ વર્ષના અંતમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. એવામાં ભારતમાં IPL અને ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે તે ઘણું જ મુશ્કેલ છે.