Charotar Sandesh
વર્લ્ડ

ટ્રમ્પના કારણે વ્હાઇટ હાઉસના ગેટ પર જો બાઇડેન-જીલને રાહ જોવી પડી…

USA : અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ જો બાઇડેન પત્ની જિલ બાઇડેન સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. બન્યું એવું કે બાઇડેન પોતાની મંજિલથી એક કદમ દૂર હતા પરંતુ ઇચ્છીને પણ પોતાની મરજી મુજબ રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થઇ શકયા નહીં. વાત એમ છે કે બાઇડેન પત્ની જીલ બાઇડેનની સાથે અંદર જવાના મૂડમાં હતા તો તેમનો સામનો બંધ દરવાજા સાથે થયો. તેમનો પરિવાર પણ વ્હાઇટ હાઉસની સીડીઓ ચઢી ચૂકયો હતો, પરંતુ દરવાજો ખૂલી શકયો નહીં કારણ કે તે બંધ હતો. આ દરમ્યાન બાઇડેન દંગ રહી ગયા. દુનિયાના સૌથી તાકાતવાર રાષ્ટ્રપતિને રાહ જોવી પડી. થોડીકવાર માટે તો અજીબ સ્થિતિ બની રહી. બાઇડેન અને જીલ એકબીજાને જોતા રહ્યા. થોડીકવારમાં અંદરથી દરવાજો ખૂલ્યો.
તેમણે આ રાહ એટલા માટે જોવી પડી કે જતા-જતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની રવાનગીના પાંચ કલાતં પહેલાં જ વ્હાઇટ હાઉસના ચીફ અશરને હટાવી દીધા હતા. તો વ્હાઇટ હાઉસના પૂર્વ અધિકારીઓએ ટ્રમ્પના આ કૃત્યની નિંદા કરી છે. વાત એમ છે કે વ્હાઇટ હાઉસનું સંચાલન ચીફ અશર દ્વારા કરવામાં આવે છે. ટિમોથી હાર્લેથ પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મુખ્ય દ્વારપાલ એટલે કે ચીફ અશર હતા. ટ્રમ્પના પૂર્વ ખાનગી કર્મચારીની નિમણૂક મેલાનિયાએ ૨૦૧૭ના વર્ષમાં કરી હતી. બાઇડેનના શપથ ગ્રહણવાળા દિવસે એટલે કે ૨૦મી જાન્યુઆરીના રોજ થોડાંક કલાકો પહેલાં ટિમોથીએ કહ્યું હતું કે તેમની સર્વિસીસ પૂરી થઇ ગઇ છે. ટિમોથીનો પગાર ૨ લાખ ડોલર હતો.
આ પદ રાજનૈતિક નિમણૂક સાથે જોડાયેલો નથી પરંતુ ટ્રમ્પ હોટલના કર્મચારીને વ્હાઇટ હાઉસ લાવીને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્ની મેલાનિયાએ પક્ષપાત કર્યો હતો. અમેરિકાના સ્થાનિક મીડિયા હાઉસે આ ઘટનાક્રમની નિંદા કરી છે. તેને ટ્રમ્પનો અશોભનીય વ્યવહાર ગણાવ્યો. તો પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશના વ્હાઇટ હાઉસ સોશિયલ સેક્રેટરી રહી ચૂકેલા લી બેરમેન કહે છે કે આ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. તો બીજા એક પૂર્વ ચીફ અશરે કહ્યું કે જો રાષ્ટ્રપતિ વહેલાં ઉઠનાર અને મોડા સુધી જાગીને કામ કરનાર હોય તો ચીફ અશરને લાંબી ડ્યૂટી કરવી પડે છે. જો કે સત્તાવાર રીતે હજુ એ સ્પષ્ટતા થઇ નથી કે આખરે નવા નિમાયેલા રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડીને દરવાજા પર કેમ રાહ જોવી પડી.

  • Naren Patel

Related posts

ગુગલને ટક્કર આપવા એપલ લૉન્ચ કરશે પોતાનું સર્ચ એન્જીન…

Charotar Sandesh

ચીનમાં કોરોના વાયરસના ૪૨૬નાં મોત, ૩૨૩૫ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

રાહત પેકેજનું સંપૂર્ણ અમલીકરણ થયું તો અમેરિકામાં સંપૂર્ણ રોજગાર પૂર્વવત્‌ થશે…

Charotar Sandesh