Charotar Sandesh
ઈન્ડિયા

ટ્રમ્પની મુલાકાત પહેલા ભારતે પાંચમી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશ તરીકેનું સ્થાન મેળવ્યું…

બ્રિટન અને ફ્રાન્સને પછાડી ભારતે સાતમેથી પાંચમા ક્રમે સ્થાન મેળવ્યું, જીડીપીનો વાર્ષિક ગ્રોથ ૫ ટકા રહેવાનું અનુમાન…

દેશની જીડીપી ૨૦૯ લાખ કરોડ રૂપિયા, સરકારે ૨૦૨૫ સુધી ૩૫૫ લાખ કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે, ભારતનું સર્વિસ સેકટર વિશ્વની ઝડપથી વધતા સેકટરમાં સામેલ…

ન્યુ દિલ્હી : વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા ભારતે આર્થિક મોરચે એક સિધ્ધિ મેળવી છે. અર્થવ્યવસ્થામાં વિશ્વના ટોપ ૧૦ દેશોમાં સાતમા સ્થાને રહેનાર ભારતે બ્રિટન અને ફ્રાન્સને પછાડીને હવે વિશ્વમાં પાંચમી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશ તરીકેનું સ્થાન મેળવ્યું છે. જેને મોદી સરકારની એક સફળતા માનવામાં આવી રહી છે. ૨૦૧૯માં ભારત ૨૦૯ લાખ કરોડની જીડીપી સાથે પાંચમા ક્રમનું સૌથી મોટુ અર્થવ્યવસ્થા ધરાવનાર દેશ બનતા અર્થતંત્રને લઇને થઇ રહેલી મોદી સરકારની આલોચના કરનારાઓ માટે બાબત તેમની આલોચનાના જવાબ સમાન હોઇ શકે એમ સૂત્રો માની રહ્યાં છે. અમેરિકાની થિન્ક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશનના રિવ્યુનો રિપોર્ટ જાહેર થયો છે. જેમાં- ભારતની નીતિઓ હવે ગ્લોબલ ઈકોનોમી મુજબ અમલમાં ચાલી રહી છે એમ જણાવીને ભારતની જીડીપી ૨૦૯ લાખ કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું છે. જો કે મોદી સરકારે ૨૦૨૫ સુધી ૩૫૫ લાખ કરોડનું એટલે કે ૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. ૨.૯૪ ટ્રિલિયન ડૉલરની ઈકોનૉમી સાથે ભારત વર્ષ ૨૦૧૯માં બ્રિટન અને ફ્રાન્સ કરતા આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનાર પાંચ વર્ષની અંદર ભારતે ૫ ટ્રિલિયન ડૉલરની ઈકોનૉમી બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે.

અમેરિકાની શોધ સંસ્થાન વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યુએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે આત્મનિર્ભર બનવાની પૂર્વની નીતિથી ભારત હવે આગળ વધતા એક ખુલ્લી બજારવાળી અર્થવ્યવસ્થાના રૂપમાં વિકસિત થઈ રહ્યુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીડીપીના મામલે ભારત ૨.૯૪ લાખ કરોડ ડૉલરની સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળુ દેશ બની ગયુ છે. આ મામલે તેમને ૨૦૧૯માં બ્રિટન તથા ફ્રાન્સને પાછળ છોડી દીધુ. બ્રિટનની અર્થવ્યવસ્થા ૨.૮૩ ટ્રિલિયન ડૉલર છે જ્યારે ફ્રાન્સનું ૨.૭ ટ્રિલિયન ડૉલર છે. પીપીપીના આધારે ભારતનું જીડીપી ૧૦.૫૧ ટ્રિલિયન ડૉલર છે અને આ જાપાન તથા જર્મનીથી આગળ છે.

રિપોર્ટમાં કોંગ્રેસના શાસન સમયે શરૂ કરવામાં આવેલા ઉદારીકરણના વખાણ કરવામાં આવ્યા છે. ભારતમાં આર્થિક ઉદારીકરણ ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં થયું છે. ઉદ્યોગોને છૂટ આપવામાં આવી અને વિદેશી વેપાર અને રોકાણ પર પણ અંકુશ ઓછો કરવામાં આવ્યો. આ સાથે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું. આ ઉપાયોથી આર્થિક વૃદ્ધિ તેજ કરવામાં મદદ મળી છે. રિપોર્ટ રજૂ કરનાર અમેરિકીના વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યૂ એક સ્વતંત્ર સંગઠન છે.

ઉલ્લેખનીય છે કે, જીડીપી ગ્રોથ મામલે ભારતીય અર્થ વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. તાજેતરમાં અનેક રેટિંગ એજન્સીઓએ ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઓછુ આંક્યું છે. રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ ૨૦૨૦ માટે ભારતના જીડીપીનું અનુમાન ઘટાડ્યું છે. મૂડીઝએ આ અનુમાન ૬.૬ ટકાથી ઘટાડીને ૫.૪ ટકા કર્યું છે.
જોકે, ભારતમાં વધારે આબાદીના કારણે પ્રતિ વ્યક્તિ જીડીપી અનુસાર ૨૧૭૦ ડૉલર છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ જીડીપી ૬૨.૭૯૪ ડૉલર છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ કે ભારતની રિયલ જીડીપી વૃદ્ધિ સતત ત્રીજી માસિકમાં કમજોર રહી શકે છે અને ૫ ટકાની આસપાસ રહી શકે છે.

Related posts

અનલોક-૪ની તૈયારીઓ શરૂઃ મેટ્રો સર્વિસને મંજૂરી મળવાની શક્યતા : સ્કૂલ અને કોલેજ બંધ જ રહેશે…

Charotar Sandesh

દેશમાં કોરોના વાયરસના સતત ૩ લાખથી વધુ દૈનિક કેસથી ચિંતા વધી

Charotar Sandesh

ઘરમાં પડી હતી દીકરાની લાશ છતા, પહેલા કર્યું મતદાન પછી ગયા સ્મશાન

Charotar Sandesh