Charotar Sandesh
ગુજરાત

ટ્રમ્પ અને મોદી પર આતંકવાદી હુમલાનો ભય : એરક્રાફ્ટ, ડ્રોન ઉડાડવા પર મનાઈ…

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પડ્યું…

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવના છે. તેમના પર આતંકવાદી હુમલાનો ભય હોવાને લઈ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર એચડી સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. ભાડે મકાન રાખનાર અને આપનાર લોકોએ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નામ, સરનામા, પુરાવા સાથેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત પોલીસ દ્વારા મોદી અને ટ્રમ્પની સુરક્ષાને લઈ રિહર્સલ કરવામાં આવશે.

Related posts

આજે થર્ટી ફર્સ્ટની ઉજવણીનો થનગનાટ : પાર્ટી પ્લોટો, ફાર્મહાઉસો પર પોલીસની નજરો…

Charotar Sandesh

બાગાયત વૃક્ષોમાંથી ૧૬ લાખ કરતા વધુ વૃક્ષોને નુકસાન, ૧૪ ટકા સર્વે બાકી : કૃષિમંત્રી ફળદુ

Charotar Sandesh

૨૫૨ બાર એસોસિએશનની ચૂંટણી ૨૧મી ડિસેમ્બરે જ યોજાશે…

Charotar Sandesh