ભારતને જેમ ટ્રમ્પ પાસેથી ધંધાકીય અને આર્થિક હિતો સાધવાની આશા છે તેવી જ રીતે ટ્રમ્પને પણ આ ચૂંટણીના વર્ષમાં ભારતીયોની રહેમ નજરની જરૂર છે…
નવી દિલ્હી : ભારત પ્રવાસ માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ પણ ખાસ તૈયારીઓ કરી રહી છે. ભારતને જેમ ટ્રમ્પ પાસેથી ધંધાકીય અને આર્થિક હિતો સાધવાની આશા છે તેવી જ રીતે ટ્રમ્પને પણ આ ચૂંટણીના વર્ષમાં ભારતીયોની રહેમ નજરની જરૂર છે.
ટ્રમ્પની તૈયારીઓનો અંદાજ એના પરથી જ આવી શકે છે કે તેમની સાથે આવી રહેલી ટીમમાં ભારતીય મૂળના લગભગ ૧૦ દિગ્ગજો પણ સામેલ થશે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પની સાથે આવનારાઓમાં પરમાણુ ઉર્જા વિભાગની નાયબ પ્રધાન રીતા બરનવાલ, એશિયાઈ અમેરિકી અને પેસિફીક આઈલેંડર્સ સલાહકાર પંચના સભ્ય પ્રેમ પરમેશ્વરન, ટ્રેઝરી ફોર ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુશનના જોઈન્ટ સેક્રેટરી વિમલ પટેલ, બ્યુરો ઓફ ઈકોનોમિક એન્ડ બિઝનેસ અફેર્સના જોઈન્ટ સેક્રેટરી મનીષા સિંહ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશનના ચેરમેન અજીત પાઈ, સેન્ટર્સ ફોર મેડીકેર એન્ડ મેડીકએડ સર્વિસીસના ચેરમેન સીમા વર્મા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કામ કરતા ટ્રમ્પના મહત્વના સલાહકાર કાશ પટેલ અને મેન્ટલ હેલ્થ સર્વિસીઝ સાથે સંકળાયેલા સંપત શિવાંગી સામેલ થશે.