મુંબઈ : બોલિવૂડ સ્ટારનું ટ્રોલ થવું એ કોઈ જ નવી વાત નથી. કેટલાક સેલેબ્રિટી સામે વળતો ઉત્તર આપે છે તો અમુક ચૂપ રહેવામાં સમજે છે. બીગ બી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અમિતાભે હાલમાં જ ફેન્સને વૈશાખી તહેવારની શુભકામના આપી હતી. પરંતુ અમુક લોકોએ ખરાબ કોમેન્ટ કરી તો તેને બીગ બીએ જડબાતોડ જવાબ આપ્યો અને ટ્વીટ વાયરલ થઈ ગયું.
વૈશાખીના તહેવાર પર બીગ બીએ ફિલ્મ સુહાગનું ગીત તેરી રબ ને બના દી જોડીની એક તસવીર શેર કરી હતી. કે જેમાં તે ભાગંડા કરતા જોવા મળ્યા છે. બીગ બીએ સાથે લખ્યું કે, વૈશાખીના પાવન અવસર પર વારંવાર બધાઈ. આ દિવસ મંગલમય થાય એ જ અમારા બધાની દુવા. પોતાના જ ઘરે આ હર્ષિત પળ અને મધુમય જીવન ઉજવો. ઈશ્વર પાસે પ્રાર્થના કે બધાને સુખ, શાંતિ મળે.
હવે લોકોએ આ ટ્વીટ પર એશ્વર્યાને લઈ અશ્લીલ કોમેન્ટ કરવાનું શરુ કરી દીધું. એક યુઝરે લખ્યું કે, એશ્વર્યા ક્યાં છે બૂઢ્ઢા? તો બીગ બીએ જવાબ આપતા કહ્યું કે- એ ત્યાં છે જ્યાં તમે ક્યારેય નથી પહોંચી શકવાના. બાપ રે બાપ! બીગ બીનો જવાબ સાંભળી ટ્રોલરની હાલત ખરાબ થઈ ગઈ. તે તરત જ લાઈન પર આવી ગયો. પછી રિપ્લાઈ કરતાં કહ્યું કે, તમને તો ખોટું લાગી ગયું સર. ફેન્સથી કોઈ આટલું નારાજ થોડું થાય. હવે આ ટ્વીટ ખુબ જ શેર થઈ રહ્યું છે.