ડાકોર : યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડરાયના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં. દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનના ફરજીયાત નિયમને કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરુ કામ હતુ. બીજી બાજુ સરકારી તંત્રની કોવિડ-૧૯ ગાઈડલાઈનના નિયમ પાલનની સખ્તાઈને પગલે દર્શનાર્થીઓ રોષે ભરાયાં હતાં. અહીં દર્શન માટે કેટલાક લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આપવા માટેની દુકાન પણ ખોલી દીધી હતી. જેમાં વ્યક્તિ દીઠ રજીસ્ટ્રેશનના ૧૦ રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.
પરંતુ અંતે તંત્ર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને સીધાજ મંદિરમાં દર્શન કરવા દેવાનો નિર્ણય કરવામાં આવતાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં સરળતા રહી હતી. યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપુર આવ્યું હતું. દર્શનાર્થીઓની ભીડ જામતા પોલીસને ટ્રાફિક નિયંત્રણ અને દર્શન માટે લાઈન સાચવતાં નાકે દમ આવી ગયો હતો. ત્યારે બીજી બાજુ ડાકોરમા દર્શનાર્થીઓને ભગવાનના દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની હાટડીઓ પણ ચાલુ થઈ ગઈ હતી. જેમાં વ્યક્તિ દિઠ રજિસ્ટ્રેશનના ૧૦ રૂપિયા વસૂલવામાં આવતાં હતાં. આખરે તંત્રએ લોકોની ભીડને જોતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને દર્શનાર્થીઓને સીધા જ મંદિરમાં દર્શન માટે મોકલવામાં આવ્યાં હતાં.
પોલીસ માટે ટ્રાફિક નિયમન અઘરું જ નહીં મહા મુશ્કેલી ઉભી કરનારું બની ચૂક્યું હતું. ડાકોર મંદીરથી એક કિલોમીટર દૂર સુધીની કતાર જોવા મળી હતી.વળી દર્શનાર્થીઓની દર્શન તાલાવેલી નો ઉપભોગ મોબાઈલ ધારકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે યાત્રિકો પાસેથી ૧૦ રૂપિયા વસુલવાનું શરૂ કરી દીધું હતું.યાત્રિકોનો રોષ અને ધસારો અસહ્ય થતા જિલ્લા વહીવટી તંત્રની ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજીયાતનો નિર્ણય બદલવો પડ્યો અને યાત્રિકોને કોવિડ ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ મુજબ દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.