Charotar Sandesh
ઈન્ડિયા

ડિઝલમાં રોજેરોજના ડામથી ટ્રાન્સપોર્ટરો વિફર્યા… સરેરાશ ૧૫ દિવસમાં વધ્યા આટલા રૂપિયા…!

ઓપરેટીંગ કોસ્ટમાં ડિઝલની હિસ્સેદારી ૬૫%ની છે…

છેલ્લા ૧૫ દિવસોમાં ડીઝલ ૮.૮૮ અને પેટ્રોલ ૭.૯૭ રૂપિયા મોંઘુ થઇ ગયું…

નવી દિલ્હી : ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં રોજેરોજ થઇ રહેલા વધારાથી ટ્રાન્સપોર્ટરોની પડતર વધતી જાય છે તો બીજી તરફ જરૂરી સામાન મોંઘો થવાની શકયતાઓ પણ વધવા લાગી છે. છેલ્લા ૧૫ દિવસોમાં ડીઝલ ૮.૮૮ અને પેટ્રોલ ૭.૯૭ રૂપિયા મોંઘુ થઇ ગયું છે.

દેશભરના ટ્રાન્સપોર્ટરો સંગઠનોએ આના પર ઊંડી નારાજી વ્યકત કરી છે. ટ્રાન્સપોર્ટર્સની ઓપરેટીંગ કોસ્ટમાં ડીઝલ ભાવનો હિસ્સો ૬૫ ટકા છે અને અત્યારે તેઓ ડ્રાઇવરની અછત અને કોરોનાના કારણે ઉભી થયેલી બીજી અડચણો સામે પણ લડી રહ્યા છે. કેટલાય ટ્રાન્સપોર્ટ સંગઠનોએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે, ઇંધણની કિંમતોમાં રોજેરોજ વધારો એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ક્રુડ ઓઇલ ઐતિહાસિક રૂપે તળીયે છે. આ ભાવ વધારાથી જરૂરી ચીજોના સપ્લાયને અસર તો થશે જ ઉપરાંત તેની કિંમતોમાં પણ વધારો થશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી)ના પ્રમુખ કુલતરણસિંહ અટવાલે કહ્યું કે, ટ્રાન્સપોર્ટરોની ઓપરેટીંગ કોસ્ટમાં ૬૫ ટકા હિસ્સેદારી ડીઝલની છે. ૮૦ ટકા ટ્રાન્સપોર્ટરો માટે આ ભાવવધારો જીરવવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, લોકડાઉનના પ્રતિબંધોના કારણે અડધાથી વધારે ટ્રકો આમપણ રોડ પર આવ્યા નથી.

Related posts

મહારાષ્ટ્ર-હરિયાણામાં ૨૧ ઑક્ટોબરે મતદાન, ૨૪મીએ પરિણામ…

Charotar Sandesh

પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ બાદ ઓસ્ટ્રેલિયાથી ભારત ૨૯ દુર્લભ મૂર્તિઓ પરત લાવવામાં આવી

Charotar Sandesh

મુકેશ અંબાણી અલીબાબાને પાછળ છોડીને હવે એમેઝોનને ટક્કર આપવા તૈયાર

Charotar Sandesh