અમારી પાસે પૂરતા પુરાવા કે કોરોના વાયરસ ચીનની લેબમાં જ પેદા થયો : પોમ્પિયોનો દાવો…
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ડિસેમ્બર સુધી કોરોનાની વૈક્સીન તૈયાર કરવામાં આવશે. તેમણે એક ચેનલના કાર્યક્રમમાં રવિવારે આ વાત જણાવી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, અમે વહેલી તકે વૈક્સીન તૈયાર કરી લઈશું. જે આ વર્ષના અંત સુધી ઉપલબ્ધ થઈ શકે છે. જેના માટે અમે તમામ પ્રયાસ કરી રહ્યા છે. અમે સપ્લાઈ લાઈન તૈયાર કરી રહ્યા છે એટલું જ નહીં અમારી પાસે ફાઈનલ વૈક્સીન પણ તૈયાર છે. તેમણે જોનસન એન્ડ જોનસનનું નામ લઈને જણાવ્યું કે, અનેક ફાર્માસ્યૂટિરલ કંપનીઓ વૈક્સીન તૈયાર કરવાની ખૂબ જ નજીક છે.
ટ્રમ્પે જણાવ્યું કે, દેશમાં મૃત્યુઆંક પહેલાના અંદાજ કરતા વધારે હોઈ શકે છે. દેશમાં મૃત્યુઆંક ૭૫ હજાર અથવા એક લાખને પાર થઈ શકે છે. આ ભયાવહ છે આ બીમારીથી એક પણ વ્યક્તિનું મોત થવું જોઈએ નહીં. એક અઠવાડિયા પહેલા કોરોનાથી લગભગ ૬૦ હજાર લોકોના મોતનો અંદાજ વ્યક્ત કર્યો હતો જો કે અમેરિકામાં અત્યાર સુધી ૬૮ હજારથી વધારે લોકોના મોત થયા છે.
અમેરિકાની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝના ડિરેક્ટર ડૉ. એન્થની ફોસીએ હાલમાં જણાવ્યું હતું કે, વૈક્સીન આગામી જાન્યુઆરી સુધી તૈયાર થઈ શકે છે. આવું ત્યારે જ થશે જ્યારે કંપનીઓ પૂરી તપાસ અને મંજૂરીથી પહેલા જ ઉત્પાદન શરૂ કરવા માટે તૈયાર હોય. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, કોરોનાની વૈક્સીન તૈયાર થવામાં ૧૮ મહિનાનો સમય લાગશે. સામાન્ય રીતે એક વૈક્સીન તૈયાર કરવા અને તેને બજારમાં લાવવામાં એક વર્ષનો સમય લાગશે.
અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ જબરદસ્ત મોટો દાવો કરતા કહ્યું કે એ વાતના અમારી પાસે પૂરતા પુરાવા છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની લેબમાં જ પેદા થયો હતો. ન્યૂજ ચેનલ એબીસીના ‘દિસ વીક’ શોમાં પોમ્પિયોએ આ દાવો કર્યો. તેમણે વાયરસ સામે લડવાના ચીનના વલણની પણ આલોચના કરી. જો કે તેમણે એ વાતનો કોઇ જવાબ આપ્યો નથી કે શું વાયરસને જાણીજોઇને છોડવામાં આવ્યો હતો.
- Nilesh Patel